coronavirus lockdown repatriationof flights 64 flights will land 14 cities focus to reach closest to home
મિશન /
ભારતીયોને વિદેશથી પરત લાવવા શરૂ થયું વંદે ભારત મિશન, આ શહેરોમાં 64 ફ્લાઈટ્સ દ્વારા આવશે વતન
Team VTV09:53 AM, 09 May 20
| Updated: 10:23 AM, 09 May 20
કોરોના સંકટને કારણે ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે વંદે ભારત મિશન હેઠળ ભારત લાવવાનું કામ શરૂ થયું છે. દુબઇથી 177 ભારતીયોને લઇને વિમાન ચેન્નઇ ઇન્ટરનેશલ એરપોર્ટ પહોંચ્યું તો બહરીનથી પણ 182 ભારતીયોને લઇને કોચીન પહોંચ્યું છે. ખાડી દેશોથી 27 ઉડાનો, બાંગ્લાદેશથી 7 ઉડાન રવાના થઈ ચૂકી છે. દક્ષિણ-પૂર્વ એશિયાથી 14 અને અમેરિકાથી 7 ઉડાનો રવાના થઈ છે. લંડનથી પણ 7 ઉડાનો ભારત માટે રવાના થશે. દેશના કુલ 14 શહેરોમાં ભારતીયોને લાવવામાં આવશે. અત્યાર સુધીમાં 67833 લોકોએ સ્વદેશ આવવા રજીસ્ટ્રેશન કર્યુ છે. તો હાલ સુધીમાં 4 જહાજ સ્વદેશ પહોંચ્યા છે.
ભારતીયોને સ્વદેશ લાવવા શરૂ થયું વંદે ભારત મિશન
સ્વદેશ આવવા માટે 67833 લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
1 અઠવાડિયામાં 14 શહેરોમાં 64 વિમાનો કરશે લેન્ડ
કોરોનાને કારણે વંદે ભારત મિશન દ્વારા વિશ્વના અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવાનું શરૂ કર્યુ છે. વતન પાછા ફરવા માટે ખાસ વિમાન સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રથમ ઉડાનમાં પરપ્રાંતિય મજૂર અને સગર્ભા સ્ત્રીઓ સંબંધિત સમસ્યાઓ હતી, તેથી હવે જહાજોને નાના એરપોર્ટ પર મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી અમુક પ્રકારના લોકો ચિંતા કરશો નહીં.
#VandeBharatMission: आज संयुक्त राज्य अमेरिका के सैन फ्रांसिस्को हवाई अड्डे पर 80 यात्रियों के साथ एयर इंडिया की उड़ान AI173 अमेरिका में 48 दिनों बाद उतरने वाली भारत की पहली उड़ान है। #COVID19pic.twitter.com/dlgXgpwags
સૂત્રોના જણાવ્યા અનુસાર પરપ્રાંતિયો માટે 12 દેશોથી ફ્લાઇટ્સ આવી રહી છે. દેશના 14 શહેરોમાં 64 ફ્લાઇટ્સ ઉતરશે. આ ફ્લાઇટ્સ નાના વિમાની મથકો પર પણ ઉતરશે અને લોકો તેમના ઘરની નજીકના સ્થળે ઉતરે તેની કાળજી લેવામાં આવશે.
ખાડી દેશોથી 27 ફ્લાઈટ્સ
વિશેષ ઉડાનને લગતા સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 4 વિશિષ્ટ પ્રત્યાવર્તન ફ્લાઇટ્સ લેન્ડ કરી ચૂકી છે. 2 જહાજો દુબઇથી આવ્યા હતા, જેમાં 181 અને 182 મુસાફરો હતા. સિંગાપોરથી 234 મુસાફરો અને જમ્મુ-કાશ્મીરથી 168 વિદ્યાર્થીઓ સાથેનું જહાજ ઢાકાથી ભારત પહોંચ્યું હતું.
34 ટકા વિદ્યાર્થીઓએ કરી અરજી
વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવાના અભિયાન અંગે સૂત્રએ જણાવ્યું હતું કે વિમાનથી આવવા માટે 67,833 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં 34% વિદ્યાર્થીઓ, 3૦% વિદેશી પ્રવાસી, ટૂંકા ગાળાના વિઝા ધારકો અને આપાતકાલીન તબીબી સારવારનો સમાવેશ થાય છે.
સૌથી વધુ લોકો કયા રાજ્યના
રજિસ્ટ્રેશનમાં સૌથી વધુ લોકો કેરળના છે. 25,000 લોકોએ કેરળ જવા માટે અરજી કરી છે અને 6 હજાર લોકોએ તમિળનાડુ જવા માટે અરજી કરી છે. આ પછી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનનો નંબર આવે છે.
આ તારીખથી શરૂ થશે વંદે ભારત મિશનનો વિસ્તાર
15 મેથી એટલે કે બીજા અઠવાડિયામાં રશિયા, સીઆઈએસ, યુક્રેન, થાઇલેન્ડ, સ્પેન અને જર્મની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિશેષ વિમાન લોન્ચ કરવાના બીજા અઠવાડિયામાં ફીડર ફ્લાઇટ્સ પણ જોવા મળશે. સૂત્રોએ જણાવ્યું છે કે વંદે ભારત મિશનનું વિસ્તરણ 15 મેથી શરૂ કરવામાં આવશે. જેમાં યુરોપને તથા અન્ય ઘણા દેશોનો સમાવેશ કરવામાં આવશે.
શું છે વંદે ભારત મિશન
ભારત સરકાર તબક્કાવાર રીતે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટેની સુવિધા શરૂ કરી છે. જેમાં 7 મે 2020ના રોજ શરૂઆત કરવામાં આવી. 7થી 15 મે સુધીમાં એક અઠવાડિયામાં 12 દેશોમાં 15000 ભારતીયોને લાવવા 64 વિમાનની વ્યવસ્થા કરાઈ છે. જેમાં દેશના 14 એરપોર્ટ પર લેન્ડિંગની વ્યવસ્થા કરાઈ છે. હાલ સુધી ભારતમાં 4 વિમાન લેન્ડ થઈ ચૂક્યા છે. 8 મેએ 234 મુસાફરો સાથેનું વિમાન સિંગાપુરથી દિલ્હી અને 168 મુસાફરોનું વિમાન ઢાકાથી શ્રીનગર લેન્ડ થયું હતું.
અમેરિકાના 4 એરપોર્ટથી 7 વિમાન
આ 1 અઠવાડિયામાં ખાડી દેશથી કુલ 27 વિમાનો ઉડશે. જેમાં યૂએઈથી 11 (2 પહેલાંથી લેન્ડ કરી ચૂક્યા છે), સઉદી અરબથી 5, કુવૈતથી 5, બહેરીનથી 2, કતરથી 2 અને ઓમાનથી 2 વિમાન આવશે.