બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:20 AM, 20 April 2020
ADVERTISEMENT
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં અફવા ફેલાઈ કે શહેરની વચ્ચે હનુમાનજીનું મંદિર છે ત્યાં અચાનક ભીડ જામી છે અને મંદિરના હનુમાનજીની મૂર્તિની આંખોમાંથી લોહી વહી રહ્યું છે. અફવાના કારણે હનુમાન ભક્તો ભગવાનના આ રૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભેગા થયા હતા.
ADVERTISEMENT
લૉકડાઉનમાં ભક્તો ભૂલ્યા ભાન
કોરોના વાયરસના સંક્રમણને રોકવા લગાવેલા લૉકડાઉનમાં પણ ભક્તોની આટલી ભીડ જોઈને હનુમાનજીની આંખમાંથી આંસુ આવવા લાગ્યા. સોશ્યલ ડિસ્ટન્સિંગ ભૂલીને લોકો ફોટો અને સેલ્ફી લેવામાં મગ્ન બન્યા.
અનેક દિવસોથી બંધ છે મંદિર
એક ભક્તે કહ્યું કે સૂચના મળી હતી કે ભગવાન લોહીના આંસૂએ રોઈ રહ્યા છે. ભગવાનના ભક્ત હોવાથી અમે પણ આવ્યા અને જોયું કે શું થયું છે. કારણ કે મંદિર અનેક દિવસોથી ખૂલ્યું જ નહતું.
પોલીસે કરી કાર્યવાહી
સૂચના મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને ઘરે મોકલ્યા. પોલીસ ઈન્સપેક્ટરે જણાવ્યું કે આ માત્ર અફવા છે. જ્યારે મંદિરની સફાઈ થઈ ત્યારે મૂર્તિમાં ક્યાંક સિંદૂર રહી ગયું હશે અને તે બહાર આવ્યું હશે. લોકોમાં અફવા ફેલાતા લગભગ 300 લોકો એકઠા થયા હતા. દરેકને ઘરે મોકલાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.