લૉકડાઉન / શ્રમિકોને વતન જવા ગુજરાત સરકારની સાઈટ પર રજિસ્ટ્રેશન કરવાનું પરંતુ અંગ્રેજીમાં, મૂંઝાય નહીં તો શું થાય?

Coronavirus lockdown migrant workers students Gujarat government web portal

દેશમાં સતત કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લૉકડાઉન લાગૂ છે. આ વચ્ચે લૉકડાઉનમાં ફંસાયેલા લોકોને પોતાના વતન જવા માટે મંજૂરી આપી દેવાઇ છે. ત્યારે શુક્રવારે ગૃહમંત્રાલયે ફંસાયેલા લોકોને ટ્રેન મારફતે જવા માટે મંજૂરી આપી દીધી છે. ત્યારે ગુજરાતમાં આવવા અને ગુજરાતથી બહાર જવા માટે પ્રક્રિયા શરૂ થઈ ગઇ છે. તેવામાં ગુજરાત સરકારના પોર્ટલ પર તૈયાર કરવામાં આવેલા ઓનલાઇન અરજી ફોર્મ લઇને કેટલાક સવાલો થઇ રહ્યા છે. કારણ કે તે માત્ર અંગ્રેજીમાં છે જે શ્રમિકોને ભરવું મુશ્કેલ પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ