બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / coronavirus lockdown mahisagar river Clean water gujarat

મહામારી / આને કે'વાય કહેર વચ્ચે મહેર, લૉકડાઉન થતાં ગુજરાતની આ નદીમાં જે જોવા મળ્યું તે લોકોએ વિચાર્યું પણ નહોતું

Kavan

Last Updated: 10:37 PM, 4 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની મહામારીથી વિશ્વમાં લાખો લોકોના મોત થયાં અને ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં 300 લોકોના મોત થયા. જો કે એ વચ્ચે  લોકડાઉનની પરિસ્થિતિથી કુદરતના એક અલૌકિક સ્વરૂપને જોવાનો પણ મોકો મળ્યો છે. લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રદુષણ ઘટતાં  ગુજરાતની મોટી ગણાંતી અને વડોદરાની જીવાદોરી સમાન મહીસાગર નદી શુદ્ધ થઈ ગઈ અને પાણીમાં સદીઓ પુરાની નિર્મળતાં આવી છે.

  • ઉદ્યોગો બંધ થતાં મહિસાગર નદીનું પાણી નિર્મળ બન્યું
  • પ્રદુષણ ઘટતાં વાતાવરણમાં પણ કાર્બનનું પ્રમાણ ઘટ્યું, હવા અને પાણી બંને શુદ્ધ થયા
  • આજેય 50 ટકા વડોદરા મહિસાગર નદીના પાણી પર નભે છે

વડોદરા જિલ્લા અને નજીકની GIDCમાં ચાલતાં ઉદ્યોગો બંધ થતાં પ્રદૂષણનું પ્રમાણ ઝીરો થઈ ગયું  છે. લોકડાઉનના કારણે મહિસાગર નદીમાં ઉદ્યોગોના ગંદા પાણી ભળતાં બંધ થઈ ગયા. આથી નદીનું પાણી નિર્મળ બન્યું છે. આ સાથે ધાર્મિક વિધિઓ પણ બંધ થતાં લોકો કોઈ સામગ્રી પધરાવતાં નથી.

વાહનો અને ફેક્ટરીઓના ધુમાડા બંધ થતાં વાતાવરણ પણ થયાં શુદ્ધ

વાહનો અને ફેક્ટરીઓના ધુમાડા બંધ થતાં વાતાવરણ પણ શુદ્ધ થયું. જેથી વાતાવરણમાંથી પાણીમાં ભળતો કાર્બન પણ ઓછો થયો છે.  જેથી મહિસાગર નદીનું પાણી ખુબ નિર્મળ થયું છે. નદી કાંઠાના લોકો તેનું ખળખળ વહેતું પાણી જોઈ ફરીથી તેને મહિસાગરના માતા તરીકેની ફિલિંગ આવે છે. 

ગામડાઓ માટે મહિસાગર માતા સમાન છે

આખું વડોદરા શહેર અને જિલ્લાના કેટલાય ગામડાઓ માટે મહિસાગર માતા સમાન છે. તેના પાણીથી જ જીવન આજે ચાલે છે. વડોદરાનાં 50 ટકા વિસ્તારોમાં આજેય મહિસાગર નદીનું જ પાણી પીવાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mahisagar river coronavirus in Gujarat lockdown લોકડાઉન coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ