બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Coronavirus lockdown CM Vijay Rupani EXCLUSIVE Interview VTV News
Hiren
Last Updated: 01:16 PM, 17 April 2021
ADVERTISEMENT
કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર ખતરનાક છે. ત્યારે કોરોનાના વધતું સંક્રમણ, લોકડાઉન, ડોક્ટર્સની અછત, હોસ્પિટલની અછત, વેડની અછત, રેમેડેસિવીર ઇન્જેક્શન, ઓક્સિજનની અછત અને સરકારની નવી સ્ટ્રેટેજી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ VTV News સાથે EXCLUSIVE ખાસ વાતચીત કરી હતી. VTVના બ્યૂરો ચીફ દેવસી બારડ દ્વારા કોરોનાને લઇને સરકારની તૈયારી અને લૉકડાઉન અંગે સવાલો પૂછ્યા હતા. ત્યારે જાણો આ સવાલોના જવાબ આપતા મુખ્યમંત્રીએ શું કહ્યું...
હોસ્પિટલ અને બેડની અછત દૂર કેમ થશે?
ADVERTISEMENT
કોરોના મહામારી સામે લડવા માટે રાજ્ય સરકારનું શું પ્લાનિંગ છે? અને લોકોમાં ડર ફેલાયો છે તેને લઇને કેવા પગલા લેવાશે? આ અંગે CM વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોના અચાનક આવેલી મહામારી છે. બીજા રાજ્ય કરતા સ્થિતિ સારી છે. બેડની ઘટ છે પણ અમે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. નવી હોસ્પિટલનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. જ્યારે દરરોજ 30 હજાર ઈન્જેક્શન આપીએ છીએ.
આપણી પાસે જગ્યા છે પણ ડોક્ટર્સ, નર્સ નથીઃ મુખ્યમંત્રી
ADVERTISEMENT
રાજ્યની હોસ્પિટલોમાં તબીબોની ઘટ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણી પાસે જગ્યા છે પણ ડોક્ટરો, નર્સ નથી. જેથી પ્રાઈવેટ ડોક્ટર્સની સેવાનો લેવાશે.
લોકડાઉન વિશે શું કહે છે CM?
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ લોકડાઉન અંગે કહ્યું કે, મુખ્યમંત્રીએ કહ્યું કે, ગત વખતે જે લોકડાઉન થયું 15 દિવસનું હતું જે આખા ભારતમાં લોકડાઉન હતું. હાલ મહારાષ્ટ્રે પણ લોકડાઉન નથી કર્યું. તેમણે આખા મહારાષ્ટ્રમાં અને આપણે 20 શહેરોમાં નાઇટ કર્ફ્યું કર્યું છે. એમ સમજો કે 20 નગરોમાં 24 કલાકમાંથી 10 કલાકનો લોકડાઉન થયો. તમામ શૈક્ષણિક સંસ્થા બંધ કરી, તમામ ઓફિસોમાં 10 ટકા કામ મૂક્યો, જીમ, થિયેટર, ઓડિટોરિયલ, જાહેર કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો નહીં કરવાના, લગ્નમાં મર્યાદિત સંખ્યા જેવા ચેઇન તોડવા માટેના આ બધા પગલા લીધા છે. આપણે બને ત્યાં સુધી ગરીબ અને મજૂરોને તકલીફ ન પડે તેની ચિંતા કરી છે, કાલે જરૂર પડે તો કાલની સ્થિતિના પ્રમાણે નિર્ણય કરીશું. લોકો કહે છે પણ અત્યારે લોકડાઉન નથી. લોકડાઉનનો નિર્ણય ભવિષ્યમાં સ્થિતિ પ્રમાણે લેવાશે.
ADVERTISEMENT
CR પાટીલે રેમડેસિવીરના કરેલા વિતરણ અંગે CMએ શું કહ્યું?
થોડા દિવસ પહેલા સી.આર.પાટીલે સુરતમાં રેમડેસિવિર ઈન્જેકશનનું વિતરણ કર્યુ હતું. જેને લઈ તેમની સામે કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. ત્યારે હવે આ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, સી.આર.પાટીલે ઈન્જેક્શનની કાળાબજારી નથી કરી. પાટીલે કરેલુ કામ સમાજહિતનું છે. કોંગ્રેસ મહામારીમાં રાજકારણ કરે છે.
ADVERTISEMENT
ગામડામાં પ્રસરેલા કોરોના અંગે મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગામડાની સ્થિતિ પર અમારી નજર છે. ગામડામાં પણ વ્યવસ્થા ઉભી કરવાના પ્રયત્ન છે. શહેરમાં કોરોના કંટ્રોલ આવશે તો ગામડામાં પણ આવશે. નાના શહેરોમાં ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરાશે.
સરકાર અને સંગઠનને લઈને બોલ્યા CM રૂપાણી
મુખ્યમંત્રીએ કહ્યું કે, સંગઠન પણ પોતાની રીતે કામ કરી રહ્યુ છે. સરકાર-સંગઠન વચ્ચે કોઈ વિવાદ નથી.
શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ?
ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગઇકાલે 24 કલાકમાં 8,920 નવા કેસ અને 94 લોકોના મોત થયા છે. જ્યારે 3,387 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,9781 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49,737 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2842 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 56 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1522 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 398 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 429 કેસ, જ્યારે ગ્રામ્યમાં 171 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 707 કેસ અને ગ્રામ્યમાં 52 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.