Coonavirus / વિજય નેહરાની 3S સ્ટ્રેટજી : કહ્યું, આ ત્રણ પર નજર રાખો તો અમદાવાદમાં કોરોના કાબૂમાં આવી જશે

coronavirus lockdown amc commissioner vijay nehra

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના સંકટમાં અમદાવાદ મોખરે છે ત્યારે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના મ્યુ. કમિશનર વિજય નેહરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે કોરોનાને લઇને શહેરમાં કુલ 2016 એક્ટિવ કેસ જોવા મળ્યાં છે. શહેરમાં કુલ 6 ઝોનને રેડ ઝોનમાં રાખવામાં આવ્યાં છે. શહેરમાં 6000થી વધુ વિસ્તારમાં 7.60 લાખ ઘરમાં 32 લાખ જેટલી વસ્તીનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. હોટસ્પોટ વિસ્તારમાં દર ત્રીજા-ચોથા દિવસે ટીમ સર્વેલન્સ કરે છે. પત્રકાર પરિષદમાં તેઓએ શહેર અંદર કોરોનાને કાબુમાં લેવા માટે 3S સ્ટ્રેટજી રજુ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ