બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Coronavirus lockdown ahmedabad gujarat vijay rupani government

કોરોના / લૉકડાઉન બાદ ગુજરાત સરકારનો હોઈ શકે આ પ્લાન, આ દુકાનોને મળી શકે છે છૂટ

Kavan

Last Updated: 11:33 PM, 11 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લૉકડાઉન-3 આગામી 17 મેના રોજ પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી લૉકડાઉન વધારવા મુદ્દે અને કોરોનાની સ્થિતિને લઇને મહામંથન કર્યું છે. ત્યારે ગુજરાતમાં આગામી 15 તારીખથી રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અલગ-અલગ પ્રકારના નિયમો સાથે લૉકડાઉન ધીમે-ધીમે ખોલવાની દિશામાં સરકાર વિચારી રહી છે.

  • 17 મે બાદ રાજ્યમાં લૉકડાઉનના નિયમોમાં મળી શકે છૂટ
  • લૉકડાઉન બાદ ગુજરાત સરકારનો હોઈ શકે આ પ્લાન
  • 33 ટકા સ્ટાફ સાથે ઓફિસો ખોલી શકાશે 

ખાસ કરીને જે રેડ તથા ઓરેન્જ ઝોન છે ત્યાં કેટલાક ચોક્કસ કલાકો માટે શાકભાજી, કરિયાણા સહિતના કેટલીક જરૂરીયાત વસ્તુઓની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે. આ તમામ દુકાનો ખોલવા માટે સરકાર ખાસ નિયમો તથા લૉકડાઉનમાં હળવાશ આપ્યા બાદની સ્થિતિને પહોંચી વળવાને લઇને રણનીતિ તૈયાર કરી રહી છે. 

હોટ સ્પોટ ઝોનમાં લૉકડાઉન હળવું કરવામાં આવી શકે 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ અમદાવાદમાં નોંધાયેલા છે. ત્યારે જે વિસ્તારો હોટસ્પોટ ઝોન છે ત્યાં પણ આગામી દિવસોમાં લૉકડાઉન હળવું કરવામાં આવી શકે છે. આ સાથે જ શહેરના કેટલાક વિસ્તારો એવાપણ છે જે ઓરેન્જ તથા ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ છે ત્યાં આખો દિવસ દુકાનો ખોલવા અંગે છૂટછાટ આપવામાં આવી શકે છે. 

રાજ્યના શહેરી વિસ્તારોની દુકાનો ખોલવાની મળી શકે મંજૂરી 

જો કે, આવા વિસ્તારોની બહાર જવા અને ખાસ કરીને જ્યાં હોટસ્પોટ ઝોન છે ત્યાં જવા માટે કડક પ્રતિબંધ મુકાઇ શકે છે. આ સાથે જ રાજ્યના શહેરી વિસ્તારની મુખ્ય બજારો સવારનાં 9 થી સાંજના 5.00 વાગ્યા સુધી જ ખુલવા દેવાશે, પરંતુ આ વિસ્તારોમાં પણ ગ્રાહક તથા વેપારીએ સરકાર દ્વારા કોરોનાને લઇને જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવું ફરજીયાત બનશે.   

33 ટકા સ્ટાફ સાથે ઓફિસો ખોલી શકાશે 

આપને જણાવી દઇએ કે, નવી ગાઇડલાઇન્સ મુજબ 17 મે બાદ શહેરી વિસ્તારોમાં અવર-જવર માટે પાસની આવશ્યકતા નહીં રહે, આ સાથે જ 33 ટકા સ્ટાફ સાથે ઓફિસો ખોલી શકાશે. ખાસ કરીને સ્કૂલ, મોલ્સ, સિનેમાગૃહ તેમજ ભીડવાળા ધાર્મિક સ્થળો હજુ પણ બંધ જ રાખવામાં આવી શકે છે. જો કે હોટેલ-રેસ્ટોરન્ટસ વગેરેને ઓનલાઇન પાર્સલ સુવિધા આપવાની છૂટ અપાશે. 

17 મે બાદ શું કરવું તેને લઇને સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન

અત્રે જણાવી દઇએ કે, આગામી 17 મેના રોજથી લૉકડાઉનનો ત્રીજો તબક્કો સમાપ્ત થઇ રહ્યો છે ત્યારે રાજ્યની સ્થિતિને પહોંચી વળવા માટે પણ ખાસ રણનીતિ બનાવી છે અને વેપારીઓને પોતાના વ્યવસાય ખોલવા માટેના નિયમોને પણ તૈયાર કર્યા છે. 

વિવિધ દુકાનો ખોલવાની અપાશે મંજૂરી 

હાર્ડવેર, સેનેટાઈઝ, બુટ-ચંપલ, બુટ-પોલિશ, પ્લમ્બર, સિમેન્ટના વિક્રેતાઓની દુકાનો ખોલવાની વિચારણા છે. તમામ બજારો સવારે 7 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી અપાશે તેમ જાણવા મળી રહ્યું છે. 

કોરોનાના કેસમાં ઉછાળો આવશે તો અપાયેલી છૂટ પરત ખેંચાશે

નોંધનીય છે કે, 17 મે બાદ રાજ્યમાં લૉકડાઉનના નિયમોમાં હળવાશ આપવામાં આવશે પરંતુ જો કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવશે તો તાત્કાલિક અસરથી જે વિસ્તારમાં આવું થશે ત્યાં છૂટછાટના નિયમો પરત ખેંચવામાં આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

coronavirus in Gujarat lockdown vijay rupani કોરોના વાયરસ લૉકડાઉન coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ