coronavirus lockdown 3 know what are the rule of red orange and green zone full details
લૉકડાઉન 3.0 /
કન્ફ્યુઝ ન થાઓ, જાણી લો ઝોન મુજબ નિયમોમાં શું છૂટ મળી, બસ આટલું રહેશે બંધ
Team VTV12:03 PM, 02 May 20
| Updated: 12:53 PM, 02 May 20
કોરોના વાયરસની વિરુદ્ધની લડાઈમાં ભારતમાં હાલમાં 17 મે સુધી લૉકડાઉન વધારી દેવામાં આવ્યું છે. આ સમયે કેટલીક છૂટ આપવામાં આવી રહી છે. આ માટે તમારા જિલ્લાને કેટલાક ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. સરકારે દેશના તમામ જિલ્લાઓને રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોનમાં વહેંચી દીધા છે. રેડ ઝોનમાં એ જિલ્લા છે જ્યાં 15થી વધારે કેસ છે અને ઓરેન્જ ઝોનમાં એ જિલ્લા છે જેમાં 15થી ઓછા કેસ છે. ઝોન પ્રમાણે કેટલીક છૂટ આપવામાં આવશે. તમે ઝોન પ્રમાણે જાણી શકશો કે તમને કઈ છૂટ મળશે.
ઝોન પ્રમાણે ખુલશે લૉકડાઉન
લૉકડાઉન 3.0માં ક્યાં શું ખુલશે
જાણો તમારો ઝોન અને મળતી છૂટછાટ વિશે
4મેથી 17 મે સુધી શું રહેશે બંધ (દરેક ઝોનમાં)
તમામ ધાર્મિક, રાજકીય પ્રવૃત્તિઓ અને ફ્લાઈટ્સ, મેટ્રો અને રેલ્વે સેવાઓ, શાળા-કોલેજો, કોચિંગ તાલીમ કેન્દ્રો, હોટલ-બાર અને રેસ્ટોરન્ટ્સ, મોલ્સ, સિનેમા હોલ, મંદિર-મસ્જિદો અને ચર્ચ સહિતની રમતો બંધ રહેશે. આ સિવાય સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જરૂરી કામ વિના ઘરની બહાર નીકળવા માટે પણ પ્રતિબંધ રહેશે.
10 વર્ષથી નાના બાળકો, 65 વર્ષના વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓએ બહાર ન નીકળવું.
ગ્રીન ઝોનમાં કઈ છૂટછાટ મળશે?
ઉપર આપવામાં આવેલા પ્રતિબંધો સિવાય કોઈ અન્ય પાબંધી લાગૂ પડશે નહીં. દરેક પ્રકારની આર્થિક ગતિવિધી પર પણ છૂટ મળશે. એક ગ્રીન ઝોનથી અન્ય ગ્રીન ઝોનમાં બસની અવરજવર ચાલુ રહેશે. બસમાં 50 ટકા મુસાફરો જ સવારી કરી શકશે. દરેક પ્રકારની દુકાનો ખોલી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ ઓનલાઈન ડિલિવરી કરી શકે છે.
રેડ ઝોનમાં આવનારા જિલ્લાઓ માટે આ છે નિયમ
રિક્ષા, ઓલા, ઉબેર, ટેક્સીની મંજૂરી નથી. સલુન, બ્યુટી પાર્લર અને સ્પા બંધ રહેશે. જરૂરી કામ માટે લોકોને ખાનગી વાહનમાં જવા દેવામાં આવશે, કારમાં ડ્રાઇવર સિવાય ફક્ત બે જ લોકો બેસી શકશે. કોઈ વ્યક્તિ ટુ-વ્હીલરમાં ફક્ત એક જ વ્યક્તિ જઈ શકશે. આવશ્યક ચીજવસ્તુઓ, ઉપકરણો, આઇટી હાર્ડવેર શોપ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ઉત્પાદક એકમોને છૂટ અપાશે.
મજૂરો આધારિત જૂટ અને પેકેજિંગ ઉદ્યોગમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે છૂટ અપાશે. મીડિયા, પર્સનલ સુરક્ષા ગાર્ડ, કોલ સેન્ટર, આઈટી સેવાઓમાં છૂટ અપાશે,
શહેરી વિસ્તારોમાં મજૂરોને રાખનારી સાઈટ પર કન્સ્ટ્રક્શન કામની છૂટ અપાશે.
33 ટકા સ્ટાફ સાથે પ્રાઈવેટ ઓફિસ ખોલી શકાશે, ઉચ્ચ અધિકારીઓની ઓફિસ ખોલી શકાશે. અન્ય સ્ટાફમાં 33 ટકા લોકો આવી શકશે.
ગ્રામીણ વિસ્તારોમાં બફર વિસ્તાર અને કન્ટેનમેન્ટ ઝોનને છોડીને દરેક પ્રકારની આર્થિક ગતિવિધિમાં છૂટ મળશે.
ઓરેન્જ ઝોનમાં આવનારા જિલ્લાઓ માટે આ છે નિયમ
ઓલા અને ઉબર જેવી ટેક્સી સેવાઓમાં એક જ સવારી બેસાડવાની પરમિશન છે. ટુ વ્હીલર પર પાછળ કોઈ એક વ્યક્તિને બેસાડી શકાશે, કેટલીક સેવાઓ માટે એક જિલ્લાથી અન્ય જિલ્લામાં અવરજવર પણ કરી શકાશે.