બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / Coronavirus Is Now Increasingly Preying On Children In America, 1.41 Lakh Infected In Seven Days

મહામારી / ઉતાવળ મોંઘી પડી! સાત દિવસમાં આ દેશમાં 1.41 લાખ બાળકો કોરોના સંક્રમિત થતાં મચ્યો હડકંપ, તંત્ર થયું દોડતું

ParthB

Last Updated: 10:50 AM, 25 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં છેલ્લા બે સપ્તાહની સરખામણીમાં બાળકોમાં સંક્રમણના દરમાં 32 ટકાનો વધારો થયો છે. આંકડાકીય માહિતી પ્રમાણે અમેરિકામાં હાલ 1,41,905 બાળકો કોરોનાની ચપેટમાં છે

  • અમેરિકામાં શાળા ખુલતાની સાથે જ કોરોના બેકાબૂ 
  • સાત દિવસમાં 1.41 લાખ બાળકો કોરોનાની ચપેટમાં આવ્યાં 
  • ઓક્ટોબરમાં 5 થી 11 વર્ષની વયના 8,300 બાળકો કોરોના ગ્રસ્ત થયાં હતાં 

 અમેરિકામાં એક સપ્તાહમાં 1.41 લાખથી વધુ બાળકો સંક્રમિત થયા  

કોરોના મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં આ વાયરસ હવે વધુને વધુ બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. વાયરસનું આ સ્વરૂપ વિશ્વ માટે ખતરાની ઘંટડી બની શકે છે. અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સના અહેવાલ મુજબ, ગયા સપ્તાહે 11 થી 18 નવેમ્બરની વચ્ચે, 1,41,905 બાળકો સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની વસ્તીના 22 ટકા બાળકો છે. ત્રણ ટકાથી ઓછા બાળકો રોગચાળાની ઝપેટમાં આવી ગયા છે,
 
બાળકોમાં મૃત્યુનું જોખમ ઓછું છે  

અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સના અહેવાલ મુજબ,  સંક્રમણને  કારણે બાળકોમાં મૃત્યુ દર ખૂબ જ ઓછો છે. અમેરિકાના છ રાજ્યોમાં કોરોનાથી એક પણ બાળકનું મોત થયું નથી. બાળકોમાં સંક્રમણના સામાન્ય લક્ષણો જોવા મળે છે.  આનું કારણ એ છે કે બાળકોને સમયાંતરે ઈન્ફલ્યુએન્ઝા, મેનિન્જાઇટિસ, ચિકનપોક્સ અને હેપેટાઇટિસ માટે રસી આપવામાં આવે છે, જે તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેને લઈને મૃત્યુનું જોખમ ઓછું હોય છે 

ઓક્ટોબરમાં 172 બાળકોના મોત થયા હતા

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, ઓક્ટોબરમાં 5 થી 11 વર્ષની વયના 8,300 બાળકોને સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 172 મૃત્યુ પામ્યા હતા.સીડીસીએ જણાવ્યું છે કે રોગચાળાની ઝડપી ગતિ વચ્ચે 2,300 શાળાઓ બંધ કરવામાં આવી હતી, જેના કારણે 1.2 મિલિયન બાળકોના શિક્ષણને અસર થઈ હતી. હવે શાળા ખુલતાની સાથે જ કોરોના સંક્રમણ બેકાબૂ થવા લાગ્યો છે, જે આવનારા સમય માટે ચેતવણી સમાન છે.

તમામ ઉંમરના બાળકોમાં સંક્રમણનો ચેપ વધી રહ્યો છે

યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શન ડિસીઝના ડિરેક્ટર ડૉ. એન્થોની ફૌસીએ સ્વીકાર્યું કે તાજેતરના સમયમાં તમામ ઉંમરના બાળકોમાં કોરોના સંક્રમણના ચેપનું પ્રમાણ વધી રહ્યું છે, જે ચિંતાજનક સ્થિતિ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણી આસપાસ અનેક પ્રકારના વાયરસ ફરતા હોય છે. બાળકોના સંબંધમાં ખૂબ કાળજી લેવી પડશે, નહીંતર પરિસ્થિતિ ફરી એક વખત વણસી શકે છે.

ભારતમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે 

ભારતમાં કોરોનાની ગતિ ધીમી છે, પરંતુ બાળકોમાં ચેપના કેસ વધવા લાગ્યા છે. ઓડિશાની શાળામાં, 53 છોકરીઓ સાથે 22 MBBS વિદ્યાર્થીઓમાં કોરોનાની ચપેટમાં આવ્યાં છે. જ્યારે  જયપુરની જયશ્રી પેરીવાલ ઇન્ટરનેશનલ સ્કૂલના 12 બાળકોને મંગળવારે ચેપ લાગ્યો છે. બીજી બાજુ 17 નવેમ્બરના રોજ, અઢી વર્ષના બાળકનું ચેપથી મૃત્યુ થયું હતું. ગુજરાતમાં 18 મહિનામાં 0 થી 14 વર્ષના 19 હજાર બાળકોને ચેપ લાગ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ