કોરોના વિસ્ફોટ / દૈનિક કોરોના સંક્રમણ કેસમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચ્યું, આ દેશને પણ છોડ્યું પાછળ

coronavirus india overtakes brazil in number 2 in case of daily corona infection confirmed cases

ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં હાલમાં 12 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે જેને લઈને સરકાર પણ ચિંતા અનુભવી રહી છે. રોજના સંક્રમિત કેસની વાત કરીએ તો ભારતમાં રોજ 35-40 હજારની વચ્ચે કેસ આવી રહ્યા છે. ગયા અઠવાડિયે 16-22 જુલાઈમાં ભારતમાં આવેલા રોજના સંક્રમણ કેસની સંખ્યા બ્રાઝિલ કરતાં પણ વધારે છે. દૈનિક સંક્રમિત કેસની સરખામણીએ ભારતે બ્રાઝિલને પાછળ રાખીને વિશ્વમાં બીજું સ્થાન મેળવી લીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ