બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / coronavirus india gdp growth low financial year golman sachs

અનુમાન / કોરોના સંકટથી ભારતનું અર્થતંત્ર દાયકા પાછળ ધકેલાઈ શકે, આટલો થઇ જશે GDP

Divyesh

Last Updated: 10:35 AM, 9 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કહેર વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો પડી રહ્યો છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્શ આ અંગેની ગંભીર ચેતાવણી આપી છે કે કોરોનાના કહેર અને લોકડાઉનનાકારણે આ નાણાંકીયવર્ષ એટલે કે 2020-21માં દેશનો જીડીપી ગ્રોથ માત્ર 1.6 ટકા રહેશે.

કેટલાંક દાયકા પાછળ થઇ જશે ગ્રોથ રેટ

એનો મતલબ એ છે કે આર્થિક વિકાસને લઇને દેશ કેટલાક દાયકા પાછળ જતો રહેશે. ગોલ્ડમેન સેકશે તેઓના પહેલા અનુમાનમાં ભારે ઘટાડો કર્યો છે. આ અગાઉ રેટિંગ એજન્સીએ અનુમાન લગાવ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થામાં આ નાણાંકીય વર્ષમાં 3.3 ટકાનો વધારો થશે. કંપનીના અનુસાર 2020માં અમેરિકામાં 6.2 ટકાનો વધારો થશે એટલે કે ત્યાં એટલો જ ઘટાડો જોવા મળશે. 

છેલ્લા 6 દાયકાની મંદી કરતાં પણ નબળો વિકાસ

બ્રોકરેજ ફર્મ દ્વારા જણાવામાં આવ્યું કે આ ઝડપ 70, 80 અને 2009ના દાયકામાં જોવા મળેલી મંદીના સમય કરતાં પણ નબળો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં 25 માર્ચથી સંપૂર્ણ લોકડાઉન છે અને તેના કારણે વેપાર-ધંધા ઠપ થઇ ગયા છે. 

ક્યારે જોવા મળશે સુધાર

જો કે રેટિંગ એજન્સીએ જણાવ્યું કે આ નાણાંકીય વર્ષના બીજા છમાસિક અર્થવ્યવસ્થામાં ઘણો સારો સુધાર જોવા મળી શકે છે. ગોલ્ડમેન સેકશે પોતોના રિપોર્ટમાં કહ્યું છે કે અમને આશા છે કે આરબીઆઇએ પોતાના ધિરાણ નીતીમાં નરમાશ જારી રાખ્યું છે અને સિસ્ટમમાં રોકડા નાણાની મદદ માટે પણ વિચારણા કરતું રહેશે. 

ઘણી બધી એજન્સીઓને ઘટાડયું અનુમાન

ઉલ્લેખનીય છે કે આ પહેલા ઘણી રેટિંગ એજન્સી કોરનાના કહેરને ધ્યાનમાં રાખી ભારતના જીડીપી ગ્રોથનું અનુમાનમાં ભારે ઘટાડો કરી ચૂકી છે. કોરોના વાયરસના પ્રકોપના કારણે ઇકોનોમીને સતત નુકસાન થઇ રહ્યું છે. એવામાં રેટિંગ એજન્સીઓ દુનિયા સહિત ભારતના જીડીપી ગ્રોથનું અનુમાનને ઘટાડી રહી છે. થોડા સમય પહેલા જ મૂડીઝે ભારતના જીડીપીનું અનુમાન 2020  માટે 5.3 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરી દીધું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus GDP Growth India ગ્રોથ જીડીપી ભારત રેટિંગ એજન્સી GDP Groth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ