કહેર / ભારતમાં 24 કલાકમાં કોરોનાએ મચાવ્યો આતંક, સંક્રમણ અને મોતનો આંકડો ચોંકાવનારો

coronavirus india covid 19 mohfw data know here all about corona in india

દેશમાં કોરોના વાયરસના નવા કેસ આવવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22771 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ દેશમાં કુલ કેસની સંખ્યા 6,48,315 થઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આધારે શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2,35,433 છે અને મૃતકોની સંખ્યા 18655 થઈ છે. સંક્રમણથી સાજા થયેલા દર્દીની સંખ્યા 3,94, 226 પહોંચી છે. શુક્રવારે સવારે 8 વાગ્યાથી શનિવાર સવારે 8 વાગ્યા સુધીમાં 442 લોકોના મોત થયા છે અને 14335 લોકો ડિસ્ચાર્જ કરાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ