Coronavirus / કોરોના વાયરસના ભરડામાં મોતનો આંકડો 75 હજારને પાર, અમેરિકાની સ્થિતિ વણસી

coronavirus in world live updates Gujarati news of covid19 positive cases and death 7th april 2020

દર 24 કલાકમાં 1 નવો દેશ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યો છે. આજે 209 દેશો કોરોના વાયરની ઝપેટમાં છે. વિશ્વમાં 1,356,369 લોકો કોરોનાના કહેરથી પીડિત છે. જ્યારે 75,762 લોકોએ જીવ ગુમાવી દીધો છે. સદ્દનસીબે 290,554 લોકો કોરોના સામે જીતી ગયા છે એટલે કે સાજા થઈ ચુક્યા છે. જ્યારે હજું પણ 990,053 એક્ટિવ કેસ છે. અમેરિકાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. અમેરિકામાં 24 કલાકમાં1325 લોકોના મોત નિપજ્યા છે તો 367,650 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે ફ્રાન્સમા 24 કલાકમાં 833 લોકોના મોત નિપજ્યા છે. કોરોનાને પગલે ગુરુવારે UNSCમાં ચર્ચા થશે. ત્યારે જાણો કયા દેશની શુ સ્થિતિ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ