બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / coronavirus in Surat st bus stop for 10 days

કોરોના / સુરતમાં ST બસના પૈડા ફરી એકવાર થંભ્યા: કોરોનાને કારણે સુરતથી જતી-આવતી ST બંધ

Gayatri

Last Updated: 07:46 AM, 27 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં આવતી અને જતી બસોને બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદથી પણ વધુ કેસ સુરતમાં આવતા આ પગલું લેવામાં આવ્યું છે.

  • સુરતથી ઉપડતી-જતી બસોનું સંચાલન સ્થગિત
  • 27 જુલાઇથી સુરતની બસ સર્વિસ 10 દિવસ સ્થગિત
  • અન્ય ખાનગી વાહનો, ટ્રક, પરિવહન ચાલુ રહેશે

આવતીકાલથી સુરતથી ઉપડતી-જતી બસો પર રોક લગાવવામાં આવી છે. સુરતથી ઉપડતી-જતી ST ખાનગી બસો 10 દિવસ બંધ રહેશે. શહેરમાં કોરોનાના વધતા કેસોને લઇ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતથી ઉપડતી-જતી બસોનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે. 27 જુલાઇથી સુરતની બસ સર્વિસ 10 દિવસ સ્થગિત છે. અન્ય ખાનગી વાહનો, ટ્રક, પરિવહન ચાલુ રહેશે.

સરકાર દ્વારા જાહેર કરેલા અનલોક-1 તથા 2ની ગાઈડલાઈન મુજબ ST બસ તથા ખાનગી બસ સેવા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન, બસોને સેનિટાઈઝેશન કરવાની સાથે રાજ્યમાં શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ ઉપડતી ખાનગી અને ST બસ સેવા સોમવાર 27મી જુલાઈથી 10 દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન ખાનગી વાહન, ગુડ્સ પરિવહન વાહન, ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલુ રહેશે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોનાની રફ્તાર દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યમાં સતત પાંચમાં દિવસે 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં એક જ દિવસમાં નવા 1081 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. તો એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાથી 22 લોકોના મૃત્યુ થયા. જ્યારે કોરોનાને મ્હાત આપીને આજે 782 દર્દીઓ સાજા થયા. નવા 1081 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 54 હજાર 712 થઇ છે. રાજ્યમાં હાલ 12 હજાર 795 એક્ટિવ કેસ છે. જેમાંથી 87 દર્દી વૅન્ટિલેટર પર છે અને 12 હજાર 708 દર્દીની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 39 હજાર 612 લોકો સાજા થયા છે. કોરોનાથી રાજ્યમાં કુલ 2 હજાર 305 લોકોના મૃત્યુ થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

GSRTC ST Bus coronavirus in Gujarat covid 19 surat કોરોના સુરત GSRTC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ