સુરતથી દુખદ સમાચાર સામે આવ્યા છે. જન્મના ત્રીજા દિવસથી જ સારવાર ચાલી રહી હતી ત્યારે 11 દિવસની સારવાર બાદ બાળકનું નિધન થતાં પરિવાર સહિત તબીબોમાં પણ શોકની લાગણી પ્રવર્તી હતી.
સુરતમાં કોરોનાથી 14 દિવસના બાળકનું નિધન
જન્મના ત્રીજા દિવસથી જ ચાલી રહી હતી સારવાર
11 દિવસની સારવાર બાદ બાળકનું નિધન
ખાનગી હોસ્પિટલમાં પણ બેડ ફૂલ
સુરતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી છે. ઈંજેકશન, બાઈપેપ મશીન, વેન્ટિલેટરની અછત સર્જાઈ છે. ગમે ત્યારે ઓક્સિજન ઘટે એવી પણ શકયતાઓ છે.
સુરત શહેરમાં પ્રતિ દિવસ 50 થી 250 દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે અને ખાનગી હોસ્પિટલમાં પણ બેડ ફૂલ થઈ ગયા
સુરત શહેરમાં કોરોના સંક્રમણ ખતરનાક સ્તરે
શહેરમાં 2 ખાનગી ડોકટર, મનપાના 6 કર્મચારી, વિવિધ બેંકના 6 જેટલા કર્મચારીઓ અને સ્મીમેર હોસ્પિટલના 2 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. 4 શિક્ષકો અને સુરતમાં 58 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત થયા છે. વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા 40 લોકો પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2 વકીલ અને રેલવેના કર્મચારી પણ સંક્રમિત થયા છે. ટેક્સટાઇલ સાથે સંકળાયેલા 14 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 15 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
સુરત શહેરમાં કોરોનાનો કહેર
કોરોના વચ્ચે ગંભીર દર્દીઓ વધ્યા છે. સિવિલ અને સ્મિમેરમાં 1320 કોરનાના દર્દીઓની હાલત ગંભીર છે. સિવિલમાં 1114 પૈકી 1040 દર્દી ગંભીર છે જેમાં 20 વેન્ટિલેટર, 178 બાઈપેપ, 842 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર છે. મનપા સંચાલિત સ્મિમેરમાં 293 પૈકી 280 દર્દીઓ ગંભીર છે. 16 વેન્ટિલેટર, 76 બાઈપેપ અને 188 ઓક્સિજન સપોર્ટ ઉપર છે.
સુરત શહેરમાં કોરોના રોકેટ ગતિએ વધ્યો
કોરોનાના કેસ વધતા હોસ્પિટલોમાં બેડ ફૂલ થયા છે. સિવિલ અને સ્મીમેરમાં બેડનો ભરાવો વધ્યો છે. સિવિલમાં 1518 બેડ પૈકી 1360 બેડ ફૂલ થઈ ગયા છે. સિવિલ હોસ્પિટલમાં 89.59% બેડ ભરાયા છે. સ્મીમેરમાં 921 બેડ પૈકી 608 બેડ ફૂલ થયા છે જ્યારે સ્મીમેરમાં 66.02% બેડ ફૂલ થયા છે.
સુરત શહેરમાં સતત ગતિ પકડતો કોરોના
સુરતમાં કોરોનાના કેસ ઓલટાઈમ હાઈ આવ્યા છે. અઠવા, રાંદેર અને કતારગામ ઝોન સૌથી વધુ સંક્રમિત વિસ્તાર છે. ત્રણેય ઝોનમાં 200થી વધુ કેસ નોંધાયા છે. અઠવામાં કોરોનાના 228 નવા કેસ નોંધાયા છે. રાંદેરમાં 221 જયારે કતારગામમાં 205 નવા કેસ આવ્યા છે.