કોરોના સંકટ / ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થયાની શક્યતા! ICMR હવે આ 75 જિલ્લામાં રાખશે દેખરેખ

coronavirus in india most cases in about 75 districts icmr to check for community transmission

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ 60 હજાર નજીક પહોંચી ગયા છે. જેમાં 75 જિલ્લા એવા છે જ્યાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. જેને લઇ હવે ICMR આ 75 જિલ્લામાં સ્ટડી કરવાની યોજના બનાવી રહ્યું છે. જેથી જાણી શકાય કે આ જિલ્લાઓમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન તો શરૂ નથી થયું ને. કોમ્યુનિટી ટ્રાન્સમિશનની આશંકાવાળા તમામ 75 જિલ્લા રેડ ઝોનમાં છે. જેમાં દિલ્હીના તમામ જિલ્લા, પુણે, મુંબઇ, આગરા, થાણે, અમદાવાદ જેવા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે તમામ જિલ્લાઓમાં શ્વાસ લેવામાં સમસ્યા અને ઇન્ફલ્યૂએન્ઝા જેવી બિમારી વાળાઓના ઓછામાં ઓછા 250 જેટલા સેમ્પલો ટેસ્ટ કરો.

બ્રેકિંગ ન્યૂઝ