ઘાતક કોરોના મહામારીએ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં રીતસર કહેર મચાવી દીધો છે. રોજેરોજ સામે આવતા સરકારી આંકડાઓ ખૂબ જ ભયાનક અને ચિંતાજનક ચિત્ર રજૂ કરી રહ્યાં છે. આવનારો સમય ભારત જેવા દેશ માટે વધુ વિકટ અને અનેક મુસીબતોભર્યો હશે એ વાત તો નક્કી લાગી રહી છે.
ભારતમાં કોરોનાને લઇને સ્થિતિ વણસી
સરકારી આંકડાએ વધારી ચિંતા
લોકોએ તમામ પ્રોટોકોલ અને ગાઈડલાઈન્સની તહેવારોમાં કરી અવગણના
આપણા દેશના અર્થતંત્રના પાયાને કોરોના મહામારી અને ત્યાર બાદ લાગુ કરવામાં આવેલા લોકડાઉને હચમચાવી દીધા છે. દેશવાસીઓ કોરોનાની વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે સૌથી મોટો સળગતો સવાલ કોરોના મહામારીની ત્રીજી અને સૌથી ઘાતક લહેરનો છે.
તમામ પ્રોટોકોલ અને ગાઈડલાઈન્સની તહેવારોમાં કરાઇ અવગણના
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, શિક્ષિત અને જવાબદાર નાગરિકો ધરાવતું એક શહેર માનવામાં આવે છે, પરંતુ જ્યારે અહીંના લોકોના હૃદયમાંથી ઘાતક કોરોના વાઈરસનો ભય સાવ નીકળી ગયો છે, ત્યારે ફરી એક વખત લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે. દિવાળીના તહેવારના દિવસોમાં લોકો જે રીતે બજારોમાં ઊમટી પડ્યા હતા અને કોરોના સંકટને લગતા તમામ પ્રોટોકોલ અને ગાઈડલાઈન્સની જે રીતે અવગણના કરી હતી, તેનાથી ચેપ ફેલાવાની ભીતિ મજબૂત બની હતી. કોર્ટનું કડક વલણ પણ ભીડને કાબૂમાં રાખવામાં કામ નહોતું આવ્યું. દિવાળીની રાત્રે લોકોએ બિન્ધાસ્ત બનીને ખૂબ ફટાકડા ફોડ્યા હતા. હવાના પ્રદૂષણને કારણે કોરોનાનો ચેપ વધુ ફેલાય છે, પરંતુ લોકો તેમના ભલા માટે કરવામાં આવતી અપીલ અને ચિંતાઓની પણ પરવા કરતા નથી. દિલ્હી, હરિયાણા, પંજાબમાં જોરદાર વરસાદ વરસ્યો અને તોફાની પવનને કારણે આકાશ સાફ થઈ ગયું હતું, નહીં તો દિવાળી પછી દર વર્ષે આવું સ્વચ્છ આકાશ થવામાં દસ દિવસનો સમય લાગતો હતો.
જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનામાં આવ્યો ઉછાળો
જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ચેપના નવા કેસ અચાનક વધવા લાગ્યા, ત્યારે દિલ્હી સરકારે કડક વલણ અપનાવતા માસ્ક ન પહેરવા બદલ દંડની રકમ રૂ.પાંચસોને બદલે બે હજાર રૂપિયા કરી દીધી. આટલા કડક નિયમો હોવા છતાં પણ લોકો શાકમાર્કેટમાં, મોટી ભીડભાડવાળી બજારોમાં હજુ પણ માસ્ક પહેરતા નથી. જે લોકો દંડથી બચવા માટે માસ્ક પહેરે છે તે પણ નાક નીચે જ લટકાવીને ફરી રહ્યા છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ શાળાઓ ખોલવાના નિર્ણય મોકૂફ રખાો
મેટ્રોપોલિટન દિલ્હીને આમ તો અન્ય શહેરોની સરખામણીમાં શિક્ષિત અને જવાબદાર નાગરિકો ધરાવતું એક શહેર માનવામાં આવે છે, પરંતુ જ્યારે અહીંના લોકોના હૃદયમાંથી ઘાતક કોરોના વાઈરસનો ભય સાવ નીકળી ગયો છે, ત્યારે ફરી એક વખત લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે. અનલોકની પ્રક્રિયામાં દેશનાં કેટલાંક રાજ્યોમાં શાળાઓ ખોલવામાં આવી હતી, પરંતુ હરિયાણાની શાળાના બાળકો અને શિક્ષકોને કોરોનાનો ચેપ લાગ્યા બાદ શાળાઓને ફરીથી બંધ કરવાની ફરજ પડી છે. દિલ્હીની શાળાઓ માર્ચથી જ બંધ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં શાળાઓ શરૂ થયાના પાંચ દિવસ બાદ બંધ કરવી પડી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ શાળાઓ ખોલવાના નિર્ણયને વધુ એક વખત મોકૂફ રાખવામાં આવ્યો છે.
આ વર્ષે શાળાઓ ફરી શરૂ થવાની સંભાવના નહીંવત
૨૦૨૦નું વર્ષ હવે સમાપ્ત થવાની નજીક છે. એટલે કે આ વર્ષે શાળાઓ ફરી શરૂ થવાની કોઈ સંભાવના હમણાં દેખાઈ રહી નથી. જો ભવિષ્યમાં કોઈ શિક્ષણ સંસ્થા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે તો પણ વાલીઓ તેમનાં બાળકોને શાળામાં મોકલવા માટે તૈયાર નહીં હોય તેવું અત્યારથી જ લાગી રહ્યું છે. શિક્ષણ માટે એક વર્ષનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કોરોનાએ આપણી શિક્ષણ પ્રણાલીને ઘણું નુકસાન કર્યું છે. હાલ કોરોના જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવાનો સમય નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન કરીને જ આ જીવલેણ મહામારીનો સામનો કરવો જોઇએ. આપણા દેશમાં ભલે રિકવરી રેટ એટલે કે કોરોનાથી સાજા થવાનો દર ઘણો સંતોષકારક હોય, પરંતુ કોરોનાની ત્રીજી લહેરને ઓછી આંકવાની ભૂલ આપણે ન જ કરવી જોઈએ.•