Coronavirus In India Highest Spike In August Month Covid19 Tally In World So Far
મહામારી /
ઓગસ્ટ મહિનામાં દુનિયામાં સૌથી વધુ કોરોનાના કેસ આવ્યા ભારતમાં, આ દેશથી પણ નીકળી જશે આગળ
Team VTV11:53 AM, 08 Aug 20
| Updated: 12:45 PM, 08 Aug 20
દેશમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે સરકારની સાથે દેશવાસીઓની ચિંતા પણ વધી રહી છે. છેલ્લા 9 દિવસોથી સતત 50 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર શુક્રવારે પહેલી વાર 60 હજારથી વધારે કેસ સામે આવ્યા છે અને 886 દર્દીના મોત થયા છે. દેશમાં હજુ પણ કોરોનાના કેસની સંખ્યા 20 લાખ 27 હજારથી વધારે છે. ઓગસ્ટ મહિનાના પહેલા 6 દિવસમાં ભારતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અને આ સંખ્યા અમેરિકા અને બ્રાઝિલથી પણ વધુ છે. ઓગસ્ટ મહિનામાં કોરોનાથી મૃત્યુના મામલે પણ ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે.
દેશમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર
ઓગસ્ટ મહિનામાં દુનિયામાં સૌથી વધુ કેસ ભારતમાં
આ સ્થિતિમાં થોડા દિવસોમાં ભારત આવશે વિશ્વમાં બીજા ક્રમે
ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસમાં ભારતે અમેરિકા અને બ્રાઝિલને પણ પાછળ છોડી દીધું છે. જો કે મોતના કેસમાં ભારત નંબર 3 પર જ છે. ઓગસ્ટના પહેલા 6 દિવસમાં ભારતમાં 3,28,903 નવા કેસ નોંધાયા હતા જ્યારે અમેરિકામાં 3,26,111 અને બ્રાઝિલમાં 2,51,264 કેસ આવ્યા હતા. આ આંકડા વર્લ્ડોમીટર અનુસારના છે. આ 6 દિવસમાં ચાર દિવસ એવા હતા જ્યારે ભારતમાં સૌથી વધુ કોરોનાના કેસ આવ્યા હતા. ગુરુવારે ભારતમાં સંક્રમિતોનો આંક 20 લાખને વટાવી ચૂક્યો છે. અત્યાર સધી 3 દેશોની તુલનામાં 10 લાખથી 20 લાખ સુધી પહોંચવામાં સૌથી વધુ ઝડપથી ભારત આગળ વધ્યું છે. ભારતમાં સંક્રમણ વધવાનો દર 3.1 ટકાનો છે. મોતના આંકની વાત કરીએ તો બ્રાઝિલ અને અમેરિકામાં ઓગસ્ટમાં 6000થી વધુ દર્દીના મોત થયા છે જ્યારે ભારતમાં 5075 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશે વધારી મુશ્કેલી
શુક્રવારે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં 10 હજારથી પણ વધારે નવા કેસ આવ્યા છે. જ્યારે બિહારમામં 3646, તેલંગાણામાં 2207 અને ઓરિસ્સામાં 1833 કેસ તો પંજાબમાં 1063 અને મણિપુરમાં 249 કેસ આવ્યા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં સોથી વધારે કેસ સાથે 300 મોત થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં સંક્રમણનો આંક વધીને 4,90,262 થયો છે. જો આ રીતે કેસ વધ્યા તો શનિવારે આ આંક 5 લાખને વટાવી જશે. આ સિવાય અહીં 17 હજારથી વધારે લોકોના મોત થયા છે.
દિલ્હીને પાછળ છોડીને ત્રીજા નંબરે પહોંચ્યું આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશમાં શુક્રવારે એક દિવસમાં સૌથી વધુ 89 મોત થયા છે અને 10171 નવા કેસ આવ્યા છે. 2 લાખનો આંક પાર કરનારો આ દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. આંધ્રમાં સંક્રમણનો આંક 2.06.960 થયો છે. જે ફક્ત મહારાષ્ટ્ર અને તમિલનાડુથી ઓછો છે. આ બંને રાજ્યોમાં પહેલાંથી જ 2 લાખનો આંક પાર થઈ ગયો છે. આંધ્રમાં અત્યાર સુધી 1800 લોકોએ જીવ ગુમાવ્યા છે.
શું 30 દિવસમાં ભારત હશે સૌથી આગળ?
સંક્રમણની ગતિ જે રીતે વધી રહી છે તેને જોતાં લાગે છે કે ભારત સંક્રમિતોની સંખ્યાવાળો સૌથી મોટો દેશ બનશે. જ્હોન હોપકિંસ કોરોના રિસોર્સ સેન્ટરના અનુસાર અમેરિકામાં અત્યારે 48 લાખ 83 હજાર 657 દર્દીઓ છે. આ રીતે બ્રાઝિલમાં 29,12,212 દર્દીઓ છે. દેશમાં 30 દિવસમાં 15 લાખ દર્દીઓ આવ્યા તો તે બ્રાઝિલને પણ પાછળ છોડી દેશે.