ચિંતાજનક / ગુજરાતમાં કોરોનાની પેટર્ન ડરામણી, કોરોનાને લઈને WHOએ જાહેર કરેલા આંકડા ચિંતાજનક 

coronavirus in Gujarat WHO declari red alert for world on corona

ગુજરાતમાં કોરોના વાયરસનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે તે ચિંતાજનક છે. 2 પોઝેટિવ કેસથી શરૂ થયેલી કોરોનાની ગુજરાત સફર પાંચ જ દિવસમાં 30નો આંકડા ઉપર આવી ગઈ છે. જો કે, ગુજરાતમાં લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે પરંતુ વડોદરા અને સુરતમાં કોરોના ગ્રસ્ત પરિવાર સામે આવ્યા છે જેને લીધે કોરના કમ્યુનીટી સ્ટેજમાં ફેલાઈ શકે છે. WHO દ્વારા વિશ્વના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા અને આ અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. WHO જે પેટર્નની વાત કરી રહ્યુ છે તે જ પેટર્નથી ગુજરાતમાં કોરોના પોઝિટિવનો ગ્રાફ વધી રહ્યો છે. કોરોનાની ચેનને તોડવી ખુબ આવશ્યક છે. જો કોરોનાની ચેન નહીં તોડી શકાય તો ભારતના હાલ ચીનથી પણ ખરાબ થવાની સંભાવના છે. 

બ્રેકિંગ ન્યૂઝ