મજબૂરી / સાહેબ, આ કેવી વ્યવસ્થા? ભૂખ માટે આટલી ભીડ જામશે તો લૉકડાઉનના તમારા નિયમોનું શું?

coronavirus in Gujarat surat beggar endless line for food

સુરતમાં ભુખ તો લાગે જ એટલે ભોજનની એટલી લાંબી લાંબી લાઈનો લાગી કે લોકડાઉન ક્યાંક ખોવાઈ જ ગયુ હતુ. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ગઈકાલે 94 કેસ પોઝિટિવ આવ્યા હતા જ્યારે આજે પણ 55 જેટલા કેસ પોઝિટિવ આવ્યા હતા જેને પરિણામે ગુજરાતમાં હાલ કુલ કેસની સંખ્યા 320 પર પહોંચી ગઈ છે. ત્યારે સુરતમાં પણ 24 કેસ નોંધાયા છે અને ખુબ મોટા પ્રમાણ અહીં પણ વિસ્તાર ક્વોરન્ટાઈન અને કન્ટેન્મેન્ટ કરવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ