coronavirus in Gujarat rajkot builder help for treatment hospital
મદદ /
સુરતના બિલ્ડરે કહ્યું મારી 5 બિલ્ડિંગમાં 200 રૂમો છે, બનાવી દો કોરોના દર્દીઓ માટે હોસ્પિટલ
Team VTV12:40 PM, 28 Mar 20
| Updated: 01:02 PM, 28 Mar 20
ગુજરાત કોરોના વાયરસના ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યુ છે ત્યારે હજુ કોરના પોઝિટિવ કેસની સંખ્યા વધવાની આશંકા સેવાઈ રહી છે એવામાં ધનાઢ્ય હોય કે સામાન્ય દરેક માણસ મદદમાં લાગી ગયા છે ત્યારે સુરતના બિલ્ડરે પણ પોતાની તૈયાર બિલ્ડિંગમાં કોરોનાની હોસ્પિટલ બનાવવાની ઓફર સરકાર સામું મૂકી દીધી છે. લોકો દિલ ખોલીને મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે આ ઘડીમાં બનતી મદદ કરવા આ સુરતના બિલ્ડરનો વીડિયો વાયરલ થયો છે.
કોરોનાના સંકટને પહોંચડા આ લોકો છે કટિબદ્ધ
સુરતના બિલ્ડરે દર્શાવી તૈયારી
400 બેડની હોસ્પિટલ માટે આપી દેવા તૈયાર છે પોતાના રેડી ફ્લેટ
ગુજરાતમાં કોરનાના સંકટને પહોંચી વળવા લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે. ત્યારે આ સુરતના બિલ્ડર પ્રવિણ ભાલાળાએ પોતાની તૈયાર બિલ્ડિંગોમાં કોરોના માટે ઉપયોગમાં લેવાની વાત કરી છે.
શું કહે છે બિલ્ડર
મારી વેલંજા ખાતેની કન્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગો તૈયાર છે. તેમાં 200થી વધારે ફ્લેટ છે એટલે કે તેમાં સરકાર ઈચ્છે તો 400 બેડની હંગામી ધોરણે કોરોના માટે સ્પેશિયલ હોસ્પિટલ બનાવી શકે છે. આ અંગે મેં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને ધારાસભ્યો ઝાલાવાડિયા અને હર્ષ સંઘવીને પણ વોટ્સએપના માધ્યમથી આ અંગે રજૂઆત કરી છે.
ભારતમાં આપણે જ આગળ આવવું પડશે
ચીન, અમેરિકા, ઈટાલી જેવા દેશો વિકસિત દેશો છે તેમાં આરોગ્ય લક્ષી સેવાઓ ખુબ સારી છે જ્યારે ભારતમાં સ્થિત અલગ છે. ચીને જે રીતે 10 દિવસમાં હોસ્પિટલ ઊભી કરી તેવી રીતે આપણે ઈચ્છીએ તો પાંચ દિવસમાં હોસ્પિટલ બનાવી શકીએ છીએ. જેના માટે બિલ્ડરો અને ડોક્ટરોએ આગળ આવવું જોઈએ.
જરૂરિયાતમંદોને મદદરૂપ થાઓ
હાલના મંદીના સમયમાં જે બિલ્ડરોના ફ્લેટ કે સ્કીમનું વેચાણ બાકી છે તેમાં હંગામી ધોરણે હોસ્પિટલ ઊભી કરી શકાય છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલ અને દવાખાના ચલાવતા અનેક ડોક્ટરો શહેરમાં ખાલી બેઠા છે અને તેમની પાસે સ્ટાફ પણ છે ત્યારે તેમને પણ યુદ્ધના ધોરણે કોરોનાની સેવામાં કામે લગાડવા જોઈએ. હાલ તમામ કામ-ધંધા બંધ છે. રોજ કમાઈને રોજ ખાનારાઓ ભુખ્યા મરી રહ્યાં છે. ભિક્ષુકોની હાલત ખરાબ છે ત્યારે આવાન જરૂરિયાત મંદ સુધી ખાવા અને દવાની વ્યવસ્થા કરવી જોઈએ.