બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat MLA grant for relief fund jignesh mevani 1 5 crores
Gayatri
Last Updated: 02:33 PM, 26 March 2020
ADVERTISEMENT
ભાજપના ધારાસભ્યોએ આપી માત્ર 1-1 લાખની સહાય
ભાજપના ધારાસભ્યોએ માત્ર 1-1 લાખની જ સહાયની જાહેરાત કરી છે. જીતુ વાઘાણી સહિતના નેતાઓએ સહાય અંગેની જાહેરાત કરી હતી અને આ સહાય પણ તેમને મળતા પગારમાંથી કરવાના હતા તેની સામે કોંગ્રેસે દિલ ખોલીને કોરોના માટે 10-10 લાખની સહાય કરવાની ઘોષણા કરી હતી.
ADVERTISEMENT
પરંતુ આ તમાને સાઈડમાં રાખીને અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તો પોતાની તમામ મિલકત કોરોનાથી બચવા માટે વાપરી દેવા કટીબદ્ધતા બતાવી છે અને રૂા. 1.5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.
ગ્રામસેવકો પણ આપી રહ્યા છે દાન
દેશભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠાથી ગુજરાત ગ્રામ સેવક મંડળે CM રાહત ફંડમાં એક દિવસનો પગાર આપ્યો છે. રાજયના 21 ગ્રામસેવકોએ કુલ 2 લાખની સહાય કરી છે.
કોરોના મહામારીને પગલે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપવા શિક્ષકોની પહેલ
ઠાસરા તાલુકાના 925થી વધુ શિક્ષકો એક દિવસનો પગાર આપશે. 15 લાખથી વધુની રકમનો પગાર શિક્ષકો તરફથી દાન. ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લેટર લખીને દાન અપાયુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.