બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat lockdown traffic police stay for people salute them
Gayatri
Last Updated: 02:45 PM, 25 March 2020
ADVERTISEMENT
અમદાવાદ શહેરના પાલડી વેપારી મંડળ તેમજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓને ભોજન વિતરણ કરી ઉમદા માનવતાની મહેક પ્રસરાવામાં આવી હતી.
લોકડાઉનની સ્થિતિમાં પણ લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ અને ગુજરાત પોલીસથી લઈને તમામ તંત્ર કોરોનાને ફેલાતો અટકાવવા માટે કામે લાગ્યુ છે ત્યારે જે લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે તે લોકોને દેશસેવા માટે બહાર ન નીકળવું જોઈએ અને કોરોના વાયરસની જે સાયકલ છે તેનો હિસ્સો ન બને તો કોરોનાવાયરસને ફેલાતો અટકાવી શકાશે છે.
ADVERTISEMENT
મંગળવાર રાતે 8 વાગ્યે પ્રધાનમંત્રીએ દેશના નામ સંબોધનમાં દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી
કોરોના વાયરસના સંક્રમણનું ચક્ર ખતમ કરવા માટે પીએમ મોદીએ અભૂતપૂર્વ પગલું ભરવાની જાહેરાત કરી છે. આ હેઠળ સમગ્ર હિન્દુસ્તાનમાં 21 દિવસ માટે લૉકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજ રાતે 12 વાગ્યાથી સમગ્ર ભારતમાં લૉકડાઉન લાગૂ થઇ રહ્યું છે. મંગળવાર રાતે 8 વાગ્યે પ્રધાનમંત્રીએ દેશના નામ સંબોધનમાં દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી.
મીડિયાકર્મી અને મેડિકલ સ્ટાફ સહિતનો વિચાર કરવા કહ્યું
PM મોદીએ કોરોના સંકટની વચ્ચે પોતાના જીવનો વિચાર કર્યા વિના 24 કલાક કામ કરી રહેલા ડૉક્ટર્સ સહિત મેડિકલ સ્ટાફ, મીડિયાકર્મીઓ, સફાઈકર્મીઓ જેવા લોકોનો આભાર માન્યો હતો. કેટલાંક લોકો લોકડાઉનને ગંભીરતાથી નથી લેતા તેમને ટકોર કરીને કહ્યું હતું કે તમારો નહીં તો આ લોકોનો વિચાર કરો જે જીવના જોખમે તમને બચાવવા માટે રાત-દિવસ કામ કરી રહ્યાં છે.
ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યું છે સંક્રમણ
પ્રધાનમંત્રીએ કહ્યું કે ઝડપથી સંક્રમણ ફેલાવવાના કારણે જ ચીન, અમેરિકા, ફ્રાંસ, જર્મની, સ્પેન, ઇટલી-ઇરાન જેવા દેશોમાં જ્યારે કોરોના વાયરસે ફેલાવવાનું શરૂ કર્યું, તો પરિસ્થિતિ બેકાબૂ થઇ ગઇ.
પ્રધાનમંત્રીએ ઉપાય જણાવ્યો
નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ સંક્રમણને રોકવાનો ઉપાય શું છે? એમને કહ્યું કે આ મામલામાં આશાના કિરણ એ દેશોથી આવી રહ્યા છે જેમને આ બિમારીનો થોડાક અંશ સુધી કાબૂ મેળવી લીધો છે. પીએમએ કહ્યું કે આપણે પણ એવુ માનીને ચાલવું જોઇએ કે આપણી સામે આ એક માર્ગ છે. આપણે ઘરની બહાર નિકળવાનું નથી. ગમે તે થાય ઘરમાં જ રહેવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.