બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Coronavirus in Gujarat lockdown 3.0 in Gujarat city
Gayatri
Last Updated: 09:37 AM, 30 April 2020
ADVERTISEMENT
ગુજરાતમાં વધી શકે છે લોકડાઉનની સમયમર્યાદા
ગુજરાતમાં 3 મે બાદ પણ લોકડાઉન 3.0 લાગુ થઈ શકે છે. કોરોનાના કેસમાં થતા સતત વધારાના કારણે નિર્ણય લેવાઈ શકે છે. લોકડાઉન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં લંબાઈ શકે છે.
ADVERTISEMENT
રાજ્ય સરકાર પણ કેન્દ્રના નિર્ણયની રાહ જોઈ રહી છે
ADVERTISEMENT
3 મેના રોજ લોકડાઉન પૂર્ણ થઈ રહ્યું છે. ગ્રીન ઝોનમાં આવતા શહેરોને છૂટછાટ મળી શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ છૂટછાટ અપાય તેવી પણ શક્યતા છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનો ફરજિયાત, નિયમો કડક બનશે. રાજ્ય સરકાર પણ કેન્દ્રના નિર્ણયની રાહ જોઈ રહી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોનાના કેસ 4000 ઉપર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 308 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 234 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના વાયરસના કેસ 4082 થઇ છે. જ્યારે 16 દર્દીઓના આજે મોત થયા છે.
ADVERTISEMENT
રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 197 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે આજ રોજ 93 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 527 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.