લૂંટ / કોરોના વાયરસના સંકટમાં અહીં લોકોએ શાકભાજી અને ફળની ચલાવી લૂંટ

coronavirus in Gujarat Ahmedabad kalupur vegetable market loot

એક તરફ અમદાવાદમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે હજુ પણ અમદાવાદીઓ આ બાબતે જરાય ગંભીર નથી. કોટ વિસ્તારમાં કોરોના વાયરસે માઝા મૂકી છે. આખે આખા પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે ત્યારે મનપાએ કાલુપુર શાકમાર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. તેનો ગેરલાભ આસપાસ રહેતા લોકોએ લીધો હતો અને ટોળે ટોળા શાકભાજી અને ફ્રૂટસની કાયદેસરની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. હાલ અમદાવાદમાં 83 કેસ નોંધાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ