બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Ahmedabad AMTS BRTS

હાલાકી / સવાલ, ચૂંટણી પતી ગઈ નહી? હવે જનતા પરેશાન થાય તો શું? હવે AMTS અને BRTS બંધ

Gayatri

Last Updated: 08:55 AM, 18 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં પ્રતિબંધો લદાયો છે અને ફરી એકવાર લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પહેલા રાત્રિ કર્ફ્યૂ અને હવે શહેરમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.

 • કોરોના સંક્રમણ વધતા પ્રતિબંધો લદાયા
 • AMTS અને BRTS બસ સેવા બંધ રહેશે 
 • AMCના નિર્ણય સામે લોકોમાં રોષ

AMTS અને BRTS બંધ થતા મુસાફરો રઝળી પડ્યા હતા. વહેલી સવારે નોકરીયાતા અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. AMCના નિર્ણય સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રીક્ષાચાલકો બમણું ભાડુ વસૂલી રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 

અચોક્કસ મુદ્દત સુધી શહેરમાં BRTS અને AMTS સેવાઓ બંધ

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી તમામ AMTS અને BRTS બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અચોક્કસ મુદ્દત સુધી શહેરમાં BRTS અને AMTS સેવાઓ બંધ રહેશે. જો કે આજથી યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જ્યારે 19 માર્ચથી ધોરણ 9થી 12ની પરીક્ષા પણ શરૂ થશે. ત્યારે પરીક્ષાર્થીઓને પરિવહનમાં હાલાકી થશે.

4 મહાનગર માટે સરકારે 5 અધિકારીઓની પસંદગી

રાજ્યમાં કોરોના ફરી એકવાર બેકાબૂ થયો છે. ગુજરાતમાં એક જ દિવસમાં 1122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ દર્દીની સંખ્યા પણ 5 હજારને પાર પહોંચી ગઈ છે. જેના કારણે સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. કોરોનાના નિયમની કડક અમલવારી થાય તે માટે સરકારે આદેશ આપ્યા છે. અને તેની અમલવારી માટે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. 4 મહાનગર માટે સરકારે 5 અધિકારીઓની પસંદગી કરી છે. જેમાં અમદાવાદની જવાબદારી ડૉ. રાજીવ ગુપ્તાને સોંપવામાં આવી છે. ઉપરાંત વડોદરાની જવાબદારી મિલિંદ તોરવણે, વિનોદ રાવને સોંપાઈ છે. જ્યારે રાહુલ ગુપ્તાને રાજકોટની જવાબદારી સોંપવામાં આવી છે. અને સુરતની જવાબદારી એન. થેન્નારસનને સોંપવામાં આવી છે.

રાજ્યમાં ફરી કોરોના સંક્રમણ વધ્યુ

 • છેલ્લા 24 કલાકમાં 1122 કોરોના કેસ નોંધાયા
 • છેલ્લા 24 કલાકમાં 775 દર્દીઓ સાજા થયા
 • રાજ્યમાં કુલ 61 દર્દીઓ વેન્ટિલેટર પર
 • રાજ્યમા કોરોનાના 5310 એક્ટીવ કેસ
 • છેલ્લા 24 કલાકમાં કોરોનાથી રાજ્યમાં 3 દર્દીના મૃત્યુ
 • કોરોનાથી કુલ 4430 દર્દીઓના મૃત્યુ થયા
 • રાજ્યમાં કુલ 271433 દર્દીઓ સાજા થયા
 • છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 271 કેસ નોંધાયા
 • સુરત શહેરમાં 315, સુરત ગ્રામ્યમાં વધુ 38 કેસ
 • વડોદરા શહેરમાં 97, ગ્રામ્યમાં વધુ 17 કેસ નોંધાયા
 • રાજકોટ શહેરમાં 88 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 24 કેસ
 • ભાવનગરમાં 20, ગાંધીનગરમાં વધુ 24 કેસ નોંધાયા
 • જામનગરમાં 19, જૂનાગઢમાં વધુ 12 કેસ નોંધાયા 
 • કચ્છમાં 14, મહેસાણામાં વધુ 19 કેસ નોંધાયા
 • ગીર સોમનાથમાં 4, દાહોદમાં વધુ 12 કેસ નોંધાયો
 • ભરૂચમાં 21, નર્મદામાં 12, ખેડામાં વધુ 18 કેસ નોંધાયા
 • આણંદમાં 13, અમરેલીમાં વધુ 8 કેસ નોંધાયો
 • પંચમહાલમાં 18, દ્વારકામાં વધુ 1 કેસ નોંધાયો
 • મોરબીમાં 8, સુરેન્દ્રનગરમાં વધુ 2 કેસ નોંધાયો
 • મહીસાગરમાં 8, નવસારીમાં વધુ 1 કેસ નોંધાયો
 • સાબરકાંઠામાં 10, પોરબદંરમાં 1 કેસ નોંધાયો
 • તાપી 2, અરવલ્લીમાં વધુ 4 કેસ નોંધાયા
 • છોટાઉદેપુરમાં 9, પાટણમાં વધુ 2 કેસ નોંધાયા
 • વલસાડમાં 4, બનાસકાંઠામાં વધુ 4 કેસ નોંધાયા
 • છેલ્લા 24 કલાકમાં બોટાદમાં 1, ડાંગમાં 1 કેસ નોંધાયો

સંકળાયેલા મુદ્દાઓ

BRTS અમદાવાદ કોરોના વાયરસ બસ coronavirus in Ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ