બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Coronavirus in Ahmedabad AMC cancel MOU with private hospital

હાલાકી / કોરોનાના કહેર વચ્ચે માઠા સમાચાર: સારવાર હવે ખાનગી હોસ્પિટલમાં કરાવશો તો પડશે મોંઘી

Gayatri

Last Updated: 09:56 AM, 18 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મોંઘી બનશે.  AMCએ ખાનગી હોસ્પિટલ સાથેના MoU રદ કર્યા છે.

  • અમદાવાદમાં કોરોનાની સારવાર મોંઘી બનશે 
  • ખાનગી હોસ્પિટલ સાથેના MOU તંત્રએ કર્યા રદ્દ
  • સરકારી હોસ્પિટલમાં પર્યાપ્ત બેડ હોવાનો તંત્રનો દાવો

 
એક તરફ રાજ્યમાં કોરોનાએ ફરીથી આતંક મચાવવાની તૈયારી આદરી લીધી છે ત્યારે ફરીથી જનતા માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાની સારવાર મોંઘી બનશે. ખાનગી હોસ્પિટલ સાથેના MOU તંત્રએ રદ્દ કર્યા છે. સરકારી હોસ્પિટલમાં પર્યાપ્ત બેડ હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

હવે માત્ર અહીં જ મળશે મફત સારવાર

AMCએ ખાનગી હોસ્પિટલને ચૂકવેલા ખર્ચથી સરકાર નારાજ છે. સરકાર નારાજ થતા ખાનગી હોસ્પિપટલ સાથેના કરાર રદ્દ કરાયા છે. હવે કોરોનાની મફત સારવાર માત્ર સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ અને એસવીપી હોસ્પિટલ પૂરતી જ સીમિત થઈ ગઈ છે

શું કર્યા હતા MOU 

શહેરમાં એક તબક્કે કોરોના કેસો વધતાં મ્યુનિ. દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કરીને 66 જેટલી હોસ્પિટલોમાં 50 ટકા બેડ એએમસી ક્વોટામાં રાખ્યા હતા. જ્યારે બાકીના 50 ટકા બેડ પર હોસ્પિટલ સત્તાવાળા પોતાની રીતે દર્દીઓને દાખલ કરી, નાણાં વસૂલી શકતા હતા. જે 50 ટકા બેડ મ્યુનિ. ક્વોટામાં રખાયા હતા, તે બેડ જો ખાલી રહે તો પણ નિશ્ચિત રકમ હોસ્પિટલને ચૂકવવા નિર્ણય કરાયો હતો. જોકે હવે ખાનગી હોસ્પિટલોના મ્યુનિ. ક્વોટાના બેડ હાલ પૂરતા હોસ્પિટલને પરત કર્યા છે, જેથી દાખલ દર્દીઓ પાસેથી હોસ્પિટલ સત્તાવાળા ચાર્જ વસૂલીને સારવાર આપી શકશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

MoU coronavirus in Ahmedabad અમદાવાદ કોરોના વાયરસ સારવાર coronavirus in Ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ