બેદરકારી / મહામારીને પહોંચી વળવામાં અમદાવાદ મનપાનું પાણી મપાઈ ગયુ, હોમ આઈસોલેટ દર્દી રામ ભરોસે

coronavirus in Ahmedabad

અમદાવાદમાં એક તરફ કોરોનાનો કહેર વધવાથી લોકો ભયભીત બન્યા છે. એસવીપી જેવી સરકારી હોસ્પિટલમાં દર્દીને પ્રવેશ મેળવવાના તો ફાંફાં પડ્યાં છે, પરંતુ સારી ગણાતી ખાનગી હોસ્પિટલમાં પણ પૂરતી સંખ્યામાં બેડ કે વેન્ટિલેટરની વ્યવસ્થા નથી. ઉપરાંત તંત્ર પણ વધુ ને વધુ દર્દીને હોમ ક્વોરન્ટાઇન થવાની સલાહ આપે છે, જેના કારણે ઘરે રહીને કોરોનાની સારવાર લેતા દર્દી વધ્યા છે, પરંતુ આ દર્દીની નિયમિત સારસંભાળ લેવાની બાબત કહો કે પછી તેમના મેડિકલ વેસ્ટને ઉપાડવાની બાબતમાં તંત્ર વિરુદ્ધ રોજેરોજ ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ