coronavirus impact sale of firecrackers and fireworks will be banned in rajasthan ashok gehlot took decision
પ્રતિબંધ /
આ વર્ષે રાજસ્થાનમાં નહીં ફોડી શકાય ફટાકડા, આતિશબાજી અને ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ
Team VTV09:47 AM, 02 Nov 20
| Updated: 10:40 AM, 02 Nov 20
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે કોરોના મહામારીના આ સમયમાં જનતાના જીવનની રક્ષા સરકાર માટે સર્વોપરિ છે. જેથી રાજ્ય સરકારે કોરોનાની વચ્ચે ફટાકડાનું વેચાણ અને આતિશબાજી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
ફિટનેસ વગર ધુમાડ઼ો કાઢનારા વાહનો પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો
સ્વાસ્થ્યની રક્ષા માટે ફટાકડાના વેચાણ અને આતિશબાજી પર પ્રતિબંધ લગાવ્યો
‘નો માસ્ક નો એન્ટ્રી’ તથા ‘શુદ્ધ માટે યુદ્ધ’ અભિયાનની સમીક્ષા કરી
ગહેલોતે રવિવારે સાંજે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ ‘નો માસ્ક નો એન્ટ્રી’ તથા ‘શુદ્ધ માટે યુદ્ધ’ અભિયાનની સમીક્ષા કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ બેઠકમાં અનલોક -6ના દિશા નિર્દેશો પર ચર્ચા કરી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ ફટાકડાથી નિકળનારા ઝેરી ઘુમાડાથી કોરોના રોગીઓને તથા સામાન્ય લોકોને સ્વાસ્થ્યની રક્ષા માટે ફટાકડાના વેચાણ અને આતિશબાજી પર પ્રતિબંધ લગાવ્યો છે. ફિટનેસ વગર ધુમાડ઼ો કાઢનારા વાહનો પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
ગહેલોતે કહ્યું કે કોરોનાના સમયે લોકોનું સ્વાસ્થય સરકાર માટે સર્વોપરિ છે. તેમણે કહ્યું કે ફટાકડામાંથી નિકળતો ધુમાડ઼ો કોરોનાના દર્દીઓ માટે તથા તેમના હ્દય તથા શ્વાસના રોગિઓ માટે નુંકસાન કારક છે. દિવાળીમાં લોકો ફટાકડાથી બચે. વેચાણના સ્થાયી લાયસન્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે લગ્ન તથા અન્ય સમારોહમાં પણ ફટાકડા અને આતિશબાજી પર પ્રતિબંધ લગાવવામાં આવશે.
સીએમએ કહ્યું કે જર્મની, બ્રિટન, ફ્રાન્સ, ઈટલી તથા સ્પેન જેવા વિકસિત દેશોમાં કોરોનાની બીજી લહેર શરુ થઈ ગઈ છે. અનેક દેશો ફરી લોકડાઉન કરવા મજબૂરથયા છે. આપણે અહીં આવી સ્થિતિ ઉભી થવા ન દઈ શકીએ. જેને જોતા સાવધાની વર્તવી જરુરી છે.
તેમણે કહ્યું કે રાજ્યમાં 2000 ચિકિત્સકોની ભરતી પ્રક્રિયા જલ્દી પુરી કરવામાં આવશે. પરિક્ષાન પરિણામોમાં પસંદગી ચિકિત્સકોને સમસ્ત પ્રક્રિયા 10 દિવસની અંદર પુરી કરી જલ્દી નિયુક્ત કરવામાં આવશે. જેનાથી મેડિકલ ક્ષેત્રમાં મદદ મળશે.