બ્રેકિંગ ન્યુઝ
VTV / coronavirus health ministry uttar pradesh bihar covid 19 in maharashtra
Bhushita
Last Updated: 07:09 AM, 25 April 2021
ADVERTISEMENT
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી શનિવારે કહેવાયું છે કે કોરોનાના દૈનિક નવા કેસમાં 74.15 ટકાનો વધારો થયો છે. આ કેસમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી સહિત કુલ 10 રાજ્યોનો સમાવેશ થાય છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, બિહાર અને પ.બંગાળ સહિતના રાજ્યોમાં સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો
છેલ્લા 24 કલાકમાં ભારતમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે જે ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3 લાખ 49 હજાર નવા કેસ આવ્યા છે અને સાથે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2 લાખ 15 હજાર દર્દી સાજા થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 24 કલાકમાં ભારતમાં 2761 દર્દીના મૃત્યુ થયા છે. દેશમાં કુલ 1 કરોડ 69 હજાર કોરોના કેસ નોંધાઈ ચૂક્યા છે. હાલ 26 લાખ 74 હજાર કોરોના એક્ટિવ કેસ મળી રહ્યા છે તો સાથે કુલ 1 લાખ 92 હજાર લોકોના મૃત્યુ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. કોરોના બાદ કુલ 1 કરોડ 40 લાખ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 67 હજાર નવા કેસ આવતાં સ્થિતિ વણસી છે.
India becomes the fastest country to administer 14 crore doses of #COVID19 vaccine in just 99 days. Also, the country has administered more than 24 lakh vaccine doses administered till 8 pm today: Union Health Ministry pic.twitter.com/CuppkR7qeR
— ANI (@ANI) April 24, 2021
કુલ કેસના 74.15 ટકા કેસ આ 10 રાજ્યોના
મંત્રાલયે કહ્યું કે દેશમાં સામે આવેલા સંક્રમણના કુલ કેસમાં 74.15 ટકા કેસ કુલ 10 રાજ્યોમાંથી આવી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થઈ રહ્યો છે.
જાણો શું છે રિકવરીની સ્થિતિ
હાલમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં કુલ 66.66 ટકા દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કોરોનાના 13.83 ટકા વેક્સીનેશનના ડોઝ અપાઈ ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.