બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / coronavirus health expert says 6 months gap between covid vaccine and booster shot

કામની વાત / બૂસ્ટર ડોઝ લેવાનો યોગ્ય સમય શું ? નિષ્ણાંતોએ 9 મહિનાનો સમય ઘટાડવાની આપી દીધી સલાહ, નહીંતર નહીં મળે પરિણામ

Pravin

Last Updated: 12:49 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોવિડ વેક્સિનનો બીજો ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનું 9 મહિનાનું અંતર રાખવાની મર્યાદા નક્કી કરી છે. જો કે, હેલ્થ નિષ્ણાંતોનું કહેવુ છે કે, પ્રિકોશનરી ડોઝ માટે આ અંતર 6 મહિનાનું હોવું જોઈએ.

  • વેક્સિનનો બૂસ્ટર ડોઝ માટે સરકારે આપી છે મંજૂરી
  • હેલ્થ નિષ્ણાંતોને આપી આ સલાહ
  • બૂસ્ટર ડોઝ વચ્ચેના ગેપને ઓછો કરવાની ભલામણ

કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે લોકોને બૂસ્ટર ડોઝ લેવાની મંજૂરી આપી દીધી છે. પણ તેના માટે કોવિડ વેક્સિનનો બીજો ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનું 9 મહિનાનું અંતર રાખવાની મર્યાદા નક્કી કરી છે. જો કે, હેલ્થ નિષ્ણાંતોનું કહેવુ છે કે, પ્રિકોશનરી ડોઝ માટે આ અંતર 6 મહિનાનું હોવું જોઈએ. તેનાથી સંક્રમણ વિરુદ્ધ સારામાં સારી ઈમ્યુનિટી મળશે.

લાંબા ગાળે બૂસ્ટર ડોઝ લેવાની અસર ઓછી થશે

નેશનલ ટાસ્ક ફોર્સ ઓન કોરોના વાયરસ અને ઈંડિયન મેડિકલ એસોસિએશનના ઉપાદ્યક્ષ ડો. રાજીવ જયાદેવને જણાવ્યું હતું કે, વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચે લાંબા ગાળો રાખવાથી સંક્રમણ અને બિમારી સામે ગંભીરતાથી લડવામાં કમી આવે છે .

બૂસ્ટર ડોઝ માટે કહી આ વાત

ડો, રાજીવ જયાદેવને પોતાની સ્ટડીનો હવાલો આપતા કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિ કોરોના વેક્સિનનો સેકન્ડ ડોઝ લેવાના 6 મહિના બાદ બૂસ્ટર ડોઝ લે છે, તો વાયરસના સંક્રમણ અને તેની ગંભીરતા સાથે જોડાયેલા કેસમાં ઘટાડો થશે, તો વળી વેક્સિનના વધારાવા કોવિડ 19ના અન્ય સુરક્ષા ઉપાયો પર ભાર આપતા કહ્યું કે, તેનાથી મહામારીથી બચવા માટે કેટલાય પ્રકારની સુરક્ષા વિકલ્પો રહેલા છે. તેમાંથી વેક્સિનેશન, માસ્કનો ઉપયોગ અને કોવિડ અનુરૂપ વ્યવહાર સામેલ છે. એટલા માટે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આપણે આ ઉપાયો અપનાવવા જોઈએ.

માસ્ક અને અન્ય નિયમોનું પાલન કરો

ડો. રાજીવ જયાદેવનના જણાવ્યા અનુસાર, જે લોકો વેક્સિનની સાથે સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટેંસિંગ જેવા નિયમોનું પાલન કરે છે, તે લોકોને સંક્રમણ થવાનું નહીંવત શક્યતા છે. તો વળી દેશમાં કોરોનાના વધતાં કેસોને જોતા તેમણે કહ્યું કે, મને લાગે છે કે, કોવિડ 19 સંક્રમણના કેસો વધી રહ્યા છે કારણ કે લોકોને લાગી રહ્યું છે કે, મહામારી ખતમ થઈ ચુકી છે, દુર્ભાગ્યવશ આ ખોટુ છે, વાયરસ હાલમાં પણ આપણી વચ્ચે છે. 

અગાઉ પણ આવી ભલામણ થઈ હતી

આ અગાઉ બેંગલુરૂ સ્થિત ટાટા ઈંસ્ટીટ્યૂટ ઓફ જેનેટિક્સ એન્ડ સોસાયટીના ડાયરેક્ટર ડો. રાકેશ મિશ્રાએ પણ કહ્યું હતું કે, વેક્સિનનો બીજો ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનો ગેપ 9 મહિનાથી ઘટાડીને 5-6 મહિના કરી દેવા જોઈએ, કારણ કે, આ એક સારો નિર્ણય હશે. મારુ માનવું છે કે, બૂસ્ટર ડોઝ 9 મહિના પહેલા મળી જવો જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus booster dose in india corona booster dose vaccine કોરોના વાયરસ બૂસ્ટર ડોઝ રસીકરણ વેક્સિનેશન booster dose
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ