બ્રેકિંગ ન્યુઝ
VTV / coronavirus gujarat school open start
Divyesh
Last Updated: 09:25 AM, 1 February 2021
ADVERTISEMENT
આજથી રાજ્યમાં ધોરણ-9 અને 11ના વર્ગ શરૂ થઇ ગયા છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્કૂલો દ્વારા ગાઇડલાઇનનું પાલન કરી વર્ગ શરૂ કરાયા છે. અને બાળકોની સુરક્ષાને લઇને પણ ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે.
ધોરણ-9ના અંદાજે 9થી 10 લાખ અને ધોરણ 11ના અંદાજે 6 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે. તમામ સ્કૂલો બંધ હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને લઇ સ્કૂલો ફરી શરૂ થઇ રહી છે. સ્કૂલોએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું .
ADVERTISEMENT
સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવાનો રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે જો વર્ગખંડ નાનો પડે તો લાઈબ્રેરી કે લેબોરેટરીનો પણ ઉપયોગ કરી શકાય છે.
કોરોનાની મહામારી બાદ આજથી રાજ્યભરની માધ્યમિક અન ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. આજથી ધોરણ 9 અને 11ની સ્કૂલો શરૂ થઇ છે. સ્કૂલોએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.
રાજ્ય સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીથી સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 9 અને 11ના વર્ગો શરુ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે ધોરણ 9 થી 12ના ટયૂશન કલાસ પણ આજથી શરુ થશે.
જો કે કોરોનાની મહામારીને લઇને તમામ સ્કૂલોએ તમામ પ્રકારની SOPનું પાલન કરવાનું રહેશે. આ સાથે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇ શિક્ષણનો વિકલ્પ પણ યથાવત રાખવામાં આવ્યો છે.
સુરતમાં આજથી ખુલી સ્કૂલો
સુરતના અડાજણની વિદ્યાકુંજ શાળામાં વહેલી સવારે વિદ્યાર્થીઓ પહોંચ્યાં. આ સાથે શાળા દ્વારા કોરોના ગાઇડલાઇન અંતર્ગત વ્યવસ્થા કરવામાં આવી. શાળાઓ ખૂલતા શિક્ષકો પણ શિક્ષણકાર્યને લઇને ઉત્સાહિત જોવા મળ્યાં.
વડોદરામાં ધોરણ 9 અને 11ના વર્ગો આજથી શરૂ
વડોદરામાં પણ ધોરણ 9 અને 11ના વર્ગ આજથી શરુ થયા છે. શહેરની શાળાઓએ કોરોનાની ગાઇડલાઇન મુજબ વ્યવસ્થા કરી છે. જેમાં સામાજિક અંતર અને માસ્ક ફરજિયાત કર્યું છે. વાલીઓના સંમતિપત્ર સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અન્ય શહેરોની તુલનામાં વડોદરામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે.
રાજકોટમાં આજથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ
રાજકોટમાં આજથી ધોરણ 9 અને 11ના વર્ગો શરુ થયા છે. જિલ્લાની 907 શાળામાં અભ્યાસક્રમ શરુ થઇ રહ્યો છે. અંદાજિત 75 હજાર વિદ્યાર્થીઓનો ઓફલાઇન અભ્યાસ શરુ થશે. અંદાજે 10 મહિના બાદ શાળા શરુ થતા વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. સામાજિક અંતર સહિતના નિયમોના પાલન સાથે બાળકો અભ્યાસ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.