કોરોના સંકટ / ગુજરાતમાં ST બસને લઈને આવી રહ્યાં છે સારા સમાચાર, સાંજે થઈ શકે છે આ જાહેરાત

coronavirus gujarat gsrtc st bus start government

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપ વચ્ચે લોકડાઉન 4.0નો અમલ આવતી કાલથી શરૂ કરવામાં આવી રહ્યો છે. આ સાથે લોકડાઉન-4 માં રાજ્યોને વધુ અધિકારો અપાયાં છે. જેમાં રાજય સરકાર દ્વારા ઈન્ટર સ્ટેટ બસના સંચાલન પર નિર્ણય લઈ શકશે. લોકડાઉનનું પાલન કરાવાની જવાબદારી રાજ્યોને અપાઈ છે. ત્યારે ગુજરાતમાં આવતી કાલથી અનેક જિલ્લાઓમાં ST બસની સુવિધાઓ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કેન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોમાં નિયમોનુસાર સીટી બસની સુવિધા પણ શરૂ કરવામાં આવી શકે છે. જો કે આજે સાંજ સુધીમાં ગુજરાત સરકાર દ્વારા ST મામલે નવી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ