બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus gandhinagar secretary cmo gujarat
Divyesh
Last Updated: 03:04 PM, 22 April 2020
ADVERTISEMENT
અશ્વિની કુમારે જણાવ્યું હતું કે કોરોનાને લઇને તમામ જિલ્લા કલેકટરને સુચના આપવામાં આવી છે. વધુમાં વધુ ચકાસણી અને ટેસ્ટિંગ કરવાની કલેકટરોને સુચના આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં 34 હજાર ઉદ્યોગેને શરૂ કરવાની પરવાનગી અપાઇ છે. જેમાં આશરે 2 લાખ વર્કરો કામ કરી રહ્યાં છે.
શહેરી વિસ્તાર સિવાયના તમામ વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ બની છે. અમરેલી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સુરેન્દ્રનગરના લાભાર્થીઓને સહાય આપવામાં આપી. આમ રાજ્યમાં કુલ 7 જિલ્લામાં 8 લાખ 47 હજાર લાભાર્થીઓને 1-1 હજારની સહાય અપાઇ છે.
ADVERTISEMENT
અશ્વિની કુમારે જણાવ્યું હતું કે જ્યાં 10થી વધારે કેસ છે ત્યાં ખાસ નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં ગઇકાલે 121 માર્કેટિંગ યાર્ડ ચાલુ હતા. જેમાં 2 લાખ 31 ક્વિંટલ ઘઉંની આવક થઇ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.