બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Coronavirus farmers not suffer due to lockdown government take big step

રાહત / સરકારે લીધેલા આ મહત્વના નિર્ણયોથી લોકડાઉન વચ્ચે ખેડૂતોને થશે ફાયદો

Divyesh

Last Updated: 08:38 AM, 8 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસથી નિપટવા માટે દેશવ્યાપી લોકડાઉનની વચ્ચે ખેડૂતોની સમસ્યાને લઇને મંગળવારે એક મહત્વની બેઠક યોજાઇ. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને મંત્રાલયના તમામ અધિકારીઓ સામેલ થયાં.

  • નરેન્દ્ર તોમરની અધ્યક્ષતામાં ખેડૂતોની સમસ્યા પર થઇ બેઠક
  • લોકડાઉન દરમિયાન ખેડૂતોને દરેક પ્રકારની મદદનો નિર્ણય

ખેડૂતોની સમસ્યાને લઇને સરકાર સક્રિય

આ યોજાયેલી બેઠકમાં ખેડૂતોને રાહત પહોંચાડવાના ઉપાયો પર કડક અમલ કરવાને લઇને અને કંટ્રોલ રૂમ બનાવીને નિયમિત ધ્યાન રાખવા નિર્દેશ કરવામાં આવ્યો. લોકડાઉનની વચ્ચે ખેડૂતોની સમસ્યાને લઇને નરેન્દ્ર સિંહ તોમરે જાતે જ ગૃહ મંત્રાલય અને નાણા મંત્રાલયનો સંપર્ક કર્યો. 

સોશિયલ ડિસ્ટેન્સિંગ ઘણુ જરૂરી

આ મળેલી બેઠકમાં કેટલાંક નિર્ણયો લેવામાં આવ્યાં તે અંગેની જાણકારી આપતા નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ખેડૂતોના હિતમાં જે પણ નિર્ણય લેવામાં આવ્યા, તેને અમલમાં લાવવાની સાથે આ દરમિયાન સામાજિક દૂર બનાવી રાખવી પણ જરૂરી છે. 

  • પાકની કટાઇના સમયે ખેડૂતોને કોઇ મુશ્કેલી પડવી ન જોઇએ
  • દરેક પ્રયાસ એવો હોવો જોઇએ કે ખેતીની પેદાશો ખેતરની નજીક વેચી શકાય.
  • પાકને લઇ જવા માટે ખેડૂતોને રાજ્ય અને આંતરરાજ્ય વાહનોની સુવિધા મળવી જોઈએ.
  • લોકડાઉન દરમિયાન પાકને ટ્રક દ્વારા લઇ જવા માટે  છૂટ આપવાનો નિર્ણય
  • આગળ વાવણી પણ કરવી પડશે, જેના કારણે ખાતરના દાણાની અછત ન થવી જોઇએ.
  • જે કૃષિ વસ્તુઓનો નિકાસ કરવાનો છે, તે પ્રભાવિત ન થવી જોઇએ
  • પાક કટાઇ અને વાવણી સંબંધિત સાધનોની આવનજાવન પર છૂટ મળવી જોઇએ. 
  • કૃષિ મશીનરી અને પાર્ટસની દુકાનો લોકડાઉન દરમિયાન ચાલુ રાખી શકાશે
  • હાઇ વે પર ટ્રકની રીપેરીંગ કરનારા ગેરેજ અને પેટ્રોલ પંપ પણ ચાલુ રખાશે
  • ચા ના બગીચા પર ઓછામાં ઓછા 50 ટકા કર્મચારીઓ રાખી કામ કરી શકાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Government farmer lockdown ખેડૂત લોકડાઉન સરકાર coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ