બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / coronavirus egypt a sara cruz indian quarantined tamilnadu embassy

અપીલ / કોરોના વાયરસ : આ દેશમાં ક્રુઝ પર 17 ભારતીયો ફસાયા, ભારતીય દૂતાવાસને મદદની કરી અપીલ

Mehul

Last Updated: 03:06 PM, 9 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના ઘણા દેશ હાલ કોરોના વાયરસની મહામારીની ઝપેટમાં છે. ભારતમાં પણ તેનાથી જોડાયેલા કેસોની સંખ્યા 43 પર પહોંચી છે. ત્યારે મિસ્રની પાસે નાઇલ નદીમાં એક ક્રુઝને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. આ ક્રુઝમાં 17 ભારતીય પણ છે. આ ભારતીયો તમિલનાડુથી છે, જે ફરવા માટે મિસ્ર ગયા હતા.

  • ભારતમાં પણ તેનાથી જોડાયેલા કેસોની સંખ્યા 43 પર પહોંચી
  • મિસ્રની પાસે નાઇલ નદીમાં એક ક્રુઝને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું
  • ક્રુઝમાં કુલ 33 પ્રવાસીઓ અને 12 ક્રૂ મેમ્બર પોઝિટિવ જોવા મળ્યા

મિસ્રના લક્જર શહેરની પાસે નાઇલ નદીમાં એક ક્રુઝ છે. જેનું નામ 'A SARA' છે. આ ક્રુઝમાં 18 ભારતીય પણ છે. જે તમિલનાડુથી એક ટૂર પેકેજ પર ગયા હતા. આ ગ્રુપ 27 ફેબ્રુઆરીએ ભારતથી ગયું હતું. આ ગ્રુપને 7 માર્ચે પરત ફરવાનું હતું. 

મિસ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 6 માર્ચે આ ક્રુઝની તપાસ કરવામાં આવી હતી અને તમામ પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 33 પ્રવાસીઓ અને 12 ક્રૂ મેમ્બર પોઝિટિવ જોવા મળ્યા હતા. ચેન્નઇના રહેવાસી એક પ્રવાસી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની પત્નીને પણ નજરમાં રાખવામાં આવ્યા હતા. 

ક્રુઝ પર જ્યારે કોરોના વાયરસ (Coronavirus) ની વાત ફેલાઇ તો હલચલ મચી ગઇ હતી. શરૂઆતના બે દિવસની દેખરેખ દરમિયાન લોકોમાં ચિંતાનો માહોલ હતો. જોકે, હવે સ્થાનીય સરકારની મદદ મળ્યા બાદ માહોલ થોડો ઠીક થયો છે. 

ભારતીય પ્રવાસીઓના પરિવારોના સભ્યોએ મિસ્રમાં રહેલા ભારતીય દૂતાવાસથી સંપર્ક કર્યો છે અને મદદ કરવા અપીલ કરી છે. હાલ તમામ પ્રવાસીઓને દવાઓ પહોંચાડાઇ રહી છે. ક્રુઝની સ્થિતિ વિશે વાત કરતા વનીતા રંગરાજે જણાવ્યું કે ક્રુઝના રુમમાં બેસવુ કોઇ જેલમાં બેસવા સમાન છે. એક વ્યક્તિને હોસ્પિટલ લઇ જવામાં આવી છે. અમને અહીં 14 દિવસ રહેવા માટે કહેવામાં આવ્યું છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Egypt National News કોરોના વાયરસ appeal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ