Coronavirus Effect Share Market Live Updates Sensex Nifty Fluctuating Due To COVID 19
કડાકો /
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં કોરોનાની અસર યથાવત, સેન્સેક્સમાં 1617 પોઈન્ટનો કડાકો
Team VTV09:49 AM, 16 Mar 20
| Updated: 10:25 AM, 16 Mar 20
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે શેરબજારમાં ફરીથી જોરદાર ઘટાડો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો અગ્રણી ઈન્ડેક્સ સેન્સેક્સ 2100 પોઈન્ટના ઘટાડા સાથે 32,511.68 ના સ્તરે ખુલ્યો છે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 500 પોઇન્ટ અથવા 4.49 ટકાના ઘટાડા સાથે 9508.35 પર ખુલ્યો છે. શુક્રવારે સવારે લોઅર સર્કિટને કારણે બજાર ખુલતાંની સાથે જ વેપાર બંધ કરવો પડ્યો હતો. પરંતુ બાદમાં એક દિવસમાં સેન્સેક્સ 4,715 પોઇન્ટ સુધર્યો.
શેરબજારમાં કોરોના વાયરસની અસર યથાવત
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં 1600 પોઇન્ટનો કડાકો
કોરોના વાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને બચાવવા માટે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો આગળ આવી રહી છે. યુએસ ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. આ અંતર્ગત હવે બેંક 0 થી 0.25 ના વ્યાજ દરે લોન આપશે. ન્યુઝીલેન્ડની સેન્ટ્રલ બેંકે પણ ઇમરજન્સી મીટિંગ બાદ વ્યાજ દરમાં 75 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. અગાઉ, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ની સેન્ટ્રલ બેંકે 27 બિલિયન રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ હેઠળ યુએઈની બેંકોને વિવિધ નિયમનકારી મર્યાદામાં ટેકો અને રાહત આપવામાં આવશે. તે જ સમયે, સાઉદી અરેબિયાએ 13 અબજ ડોલરના રાહતનું અલગ પેકેજ જાહેર કર્યું છે. તેની અસર શેરબજાર પર પણ પડી રહી છે.
સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર
સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે દરેક સેક્ટરની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. તેમાં પીએસયૂ બેંક, પ્રાઈવેટ બેંક, મીડિયા, આઈટી, ફાર્મા, એફએમસીજી, રિયલ્ટી, ઓટો અને મેટલ સામેલ છે.
74.06 ના સ્તરે ખૂલ્યો રૂપિયો
ડોલરની સરખામણીએ રૂપિયો 15 પૈસાના ઘટાડા બાદ આજે 74.06ના સ્તરે ખૂલ્યો હતો. જ્યારે શુક્રવારે ડોલરની સરખામણીએ રૂપિયો 73.91ના સ્તરે બંધ થયો હતો.
પ્રી ઓપન સમયે આવી હતી સ્થિતિ
પ્રી ઓપન સમયે સવારે 9.10 મિનિટે શેર માર્કેટ રેડ ઝોનમાં ખૂલ્યું. સેન્સેક્સ મોટા ઘટાડા બાદ 33,103.24ના સ્તરે હતો જ્યારે નઇફ્ટી 367.80ના ઘટાડા બાદ 9,587.80ના સ્તરે હતો.
શુક્રવારે આવી રહી હતી માર્કેટની સ્થિતિ
શુક્રવારે સવારે લોઅર સર્કિટ લાગવાના કારણે બજાર ખુલતાં જ એક કલાક માટે ટ્રેડિંગ રોકવું પડ્યું હતું. સેન્સેક્સ 1325.34 અંક એટલે કે 4.04ના વધારા બાદ 34, 103.48ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 433.50 અંક એટલે કે 4.52 ટકાના વધારા બાદ 10,023.65ના સ્તરે બંધ થયો હતો.