બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / coronavirus eating oranges to increase immunity so be careful

કામની વાત / ઈમ્યુનિટી વધારવા માટે ખૂબ ખાઓ છો નારંગી, તો થઈ જાવ સાવધાનઃ થાય છે મોટું નુકસાન

Bhushita

Last Updated: 12:05 PM, 9 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નારંગીમાં એસિડનું પ્રમાણ વધારે હોય છે. તેના વધારે પડતા સેવનથી પેટ અને છાતીમાં બળતરાની સમસ્યા સર્જાય છે. આજે જાણો નારંગી ખાવાના ફાયદા અને નુકસાન વિશે પણ.

  • વિટામીન સીનો સ્ત્રોત છે નારંગી
  • ઈમ્યુનિટી વધારવા લોકો વધુ પ્રમાણમાં કરી રહ્યા છે સેવન
  • નારંગીનો વધારે ઉપયોગ કરે છે નુકસાન

કોરોના વાયરસના કારણે લોકો પોતાની ઇમ્યુનિટી વધારવાના અનેક પ્રયાસ કરી રહ્યા છે અને વિટામીન સી વધારે પ્રમાણમાં લઈ રહ્યા છે. સૌથી વધારે વિટામીન સી નારંગીમાં હોય છે. આ ઈમ્યુનિટીને મજબૂત કરે છે અને સાથે તેમાં કેલેરી પણ વધારે હોય છે તેનાથી વજન વધતું નથી. અનેક લોકો ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે નારંગીનું વધારે સેવન કરી રહ્યા છે. પણ આ સમયે નારંગીના ફાયદા અને નુકસાન જાણી લેવા જરૂરી છે. 


 
નારંગીના વધારે સેવનથી થાય છે આ મોટી તકલીફો

કોઈ પણ ચીજનું વધારે સેવન કરવાથી નુકસાન થાય છે નારંગીનું સેવન ફાયદો કરે છે પણ તેનું વધારે પ્રમાણ શરીરને માટે અનેક મુશ્કેલીઓ વધારે છે. નારંગી વિટામીન સીથી ભરપૂર હોય છે અને તેમાં ફાઈબર પણ વધારે હોય છે. ફાઈબરનું વધારે સેવન કરવાથી પેટમાં બળતરા, ગેસ, એસિડીટી કે ડાયરિયાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય દાંત ખરાબ થવા, દાંતની સુરક્ષા કરનારું પડ ડેમેજ થવું કે પછી દાંતના કેલ્શિયમને પણ રિએક્શન થાય છે અને દાંત જલ્દી ખરાબ થાય છે. જો વધારે ફાઈબર યુક્ત ખોરાક લેવાય તો પણ મુશ્કેલી સર્જાય છે. તેથી પ્રમાણસર રીતે નારંગીનો ઉપયોગ લાભદાયી રહે છે.  
 
નારંગી ખાવાના આ છે મોટા ફાયદા
 

નારંગી ખાવાથી વજન વધતું નથી અને ઈમ્યુનિટી મજબૂત રહે છે. 
વારેઘડી શરદીની ફરિયાદ રહેતી હોય તો નારંગી લાભદાયી બને છે. 
સીઝનલ બીમારીથી બચવા માટે પણ નારંગી સારી માનવામાં આવે છે. 
નારંગીમાં ફાઈબર હોય છે જે પાચનક્રિયાને સારી રાખે છે. 
નારંગીનું વિટામીન સી શુષ્ક સ્કીનને સારી કરે છે. તેની છાલનો લેપ લગાવીને બનાવવાથી ચહેરા પર નિખાર આવે છે.  
નારંગી ખાવાથી ખરતા વાળની સમસ્યામાં રાહત મળે છે અને વાળ કાળા, લાંબા થવાની સાથે તેનો ગ્રોથ પણ વધે છે.  
 જે લોકોને ટાઈપ 2 ડાયાબીટિસની સમસ્યા છે તેઓ માટે નારંગીનો ઉપયોગ ફાયદો કરે છે. આ સિવાય દિલની બીમારીથી પીડિત લોકો માટે નારંગી ફાયદો કરે છે. હ્રદય માટે તે ઉત્તમ માનવામાં આવે છે. તેના એન્ટી ઓક્સીડન્ટ્સ કેન્સરમાં પણ મદદ કરે છે. તેના ઉપયોગથી આંખો સારી રહે છે અને મોતિયાબિંદની સમસ્યા ઘટે છે. જે મહિલાઓને હિમોગ્લોબીનની ખામી રહે છે તેઓએ રોજ એક નારંગી ખાવી યોગ્ય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Health Oranges immunity ઈમ્યુનિટી કોરોના નારંગી નુકસાન ફાયદા વિટામીન સી હેલ્થ oranges
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ