Coronavirus drug research Scientific Bhavnagar gujarat
રિસર્ચ /
કોરોનાની વેક્સિન આવવાની તૈયારી વચ્ચે ભાવનગરમાં વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું આ કામ
Team VTV11:32 AM, 23 Dec 20
| Updated: 11:33 AM, 23 Dec 20
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોવિડ 19ને નાથવા દરેક દેશના લોકો પોટ પોતાની રીતે આ રોગ માટે દવાના સંશોધનમાં લાગ્યા છે. ત્યારે ભારતમાં પણ અનેક સંસ્થાઓ અને મેડિકલ ક્ષેત્રના લોકો પણ આ દવાના સંશોધનમાં રોજબરોજ નવા કામો કરી રહ્યાં છે. ભાવનગરમાં કોરોનાની દવાનું સંશોધન ચાલી રહ્યું છે.
ભાવનગરમાં કોરોનાની દવાનું સંશોધન
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ દ્વારા સંશોધન
રેમડેસીવીરથી પણ વધુ અસરકાર દવાનું સંશોધન
ભાવનગરમાં આવેલી દેશની નામાંકિત વૈજ્ઞાનિક સન્સ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ કમરિન કેમિકલ ઇન્સ્ટીટ્યુના વૈજ્ઞાનિકો પણ કોવિડના રોગને નાથવા માટે દવાના સંશોધનોમાં લાગ્યા છે. ભાવનગરની આ સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ દ્વારા રેમીડીસીવરથી પણ વધુ અસરકારક કહી શકાય તેવી દવાના સંશોધન માટે કોમ્પ્યુટર લેબમાં કામ હાથ ધર્યું છે.
આ વૈજ્ઞાનિકોનો દાવો છે કે અમે આ દવાના માટે કોમ્પ્યુટર બેઝ પૂર્ણ કરી તેને દેશની કોઈપણ નામાંકિત લેબમાં આપશું. જે બાદમાં આ ડ્રગ્સ ઉપર વધુ સંશોધન કરી શકશે પછી તે દવાના રૂપમાં હોઈ કે ઇન્જેક્શનના રૂપમાં હોઈ શકે છે. વૈજ્ઞાનિકોનું એમ પણ કહેવું છે કે કોમપ્યુટર બેઝમાં અમે ગ્રાફિક્સ વગેરેની મદદથી કોવિડના વાયરસને લઈને સંશોધન કરી રહ્યાં છે. અમને આશા છે કે આ પ્રાથમિક તબક્કાના કામમાં અમને સફળતા મળશે. હાલ આ સંસ્થાના વૈજ્ઞાનિકો ઈન સિલિકો સ્ટડી દ્વારા કોઈ પણ પ્રકારના વાયરસ માટે કામ કરતી ડ્રગની ડિઝાઇન જોઈને કોમ્પ્યુટર ઉપર ગણતરી કર્યા બાદ આ દવા બીજ કોઈ વાયરસમાં કામ કરશે કે કેમ તેનું પણ સંશોધન હાલ ચાલી રહ્યું છે.