કોરોના વાયરસના કેસમાં ઉત્તરોત્તર વધારાનો સિલસિલો હજી ચાલુ છે, છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 60 હજારથી વધુ કેસ જોવા મળી રહ્યા છે, આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ દેશમાં કોરોના ગ્રસ્તની સંખ્યા 22,15,074 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 62,064 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1007 લોકોનાં મોત નીપજ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયા 62,064 નવા કેસ
કુલ દર્દીઓનો આંકડો 22 લાખને પાર
પ્રથમ વખત 1 હજારથી વધારે લોકોના થયાં મોત
આ સાથે, મૃતકોની કુલ સંખ્યા વધીને 44386 થઈ ગઈ છે. આ વાયરસને મ્હાત આપનારાઓની સંખ્યા 15,35,743 પર પહોંચી ગઈ છે. તે જ પોઝિટિવિટી રેડની વાત કરીએ, તો વધીને 13.01 ટકા થયો છે. તો રિકવરી રેટ થોડો વધારો સાથે વધીને 69.33 ટકા થયો છે.
મિઝોરમ એકમાત્ર રાજ્ય જ્યાં નથી થયું એકપણ મોત
मिज़ोरम में #COVID19 मामलों की संख्या बढ़कर 620 हो गई है, सक्रिय मामलों की संख्या 322 है: सूचना और जनसंपर्क निदेशालय, मिज़ोरम pic.twitter.com/PDGoAOunKU
ઝારખંડના મુખ્યમંત્રી નિવાસ સ્થાન કોરોનાના હોટસ્પોટ બની રહ્યા છે. અહીં અત્યારસુધીમાં 100 લોકો કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. મુખ્યમંત્રી હેમંત સોરેન અને તેમના પરિવારનો પણ 2 વખત કોરોના ટેસ્ટ થઈ ચૂક્યો છે. મળતી માહિતી અનુસાર મિઝોરમ એકમાત્ર રાજ્ય છે જ્યાં કોરોનાથી અત્યારસુધીમાં એક પણ વ્યક્તિનો જીવ ગયો નથી.
મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ
કોરોના બાદ કુલ 15 લાખ 34 હજાર લોકો સાજા થયા છે. અત્યારે દેશમાં 6 લાખ 34 કોરોના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. તો અન્ય તરફ કોરોનાથી કુલ 44466 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. દેશની વાત કરીએ તો મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય રહ્યું છે. મહારાષ્ટ્રમાં 515332, તમિલનાડુમાં 296901 કેસ, આંધ્રપ્રદેશમાં 227860 કેસ, કર્ણાટકમાં 178087 કેસ, દિલ્લીમાં 145427 કેસ, ઉત્તરપ્રદેશમાં 122609 કેસ, પશ્ચિમ બંગાળમાં 95554 કેસ, બિહારમાં 79720 કેસ, તેલંગાણામાં 79495 કેસ અને ગુજરાતમાં 71064 કેસ આવી ચૂક્યા છે.
ન્યૂઝીલેન્ડ 100 દિવસથી કોરોના મુક્ત
અમેરિકામાં તો કોરોનાની સંખ્યા 51.5 લાખને પાર પહોંચી છે. બ્રાઝિલમાં સંક્રમણનો આંક 30 લાખને વટાવી ચૂક્યો છે. યૂરોપમાં એક વાર ફરીથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં લગભગ 23 હજાર નવા કેસ સામે આવ્યા છે. સૌથી વધારે કેસ રશિયા અને સ્પેનમાં આવ્યા છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડ છેલ્લા 100 દિવસથી કોરોના મુક્ત રહ્યું છે.