કોરોના વાયરસ / ચીનમાં ઘાતક કોરોના વાયરસનો કહેર વધ્યો: મૃતકોની સંખ્યા 170, સેના તહેનાત

Coronavirus death toll in China rises to 170

ચીનમાં ઘાતક કોરોના વાઈરસનો કહેર એવી ભયંકર ઝડપે વધી રહ્યો છે કે તેનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત ચિંતાજનક રીતે વધી રહી છે. કોરોના વાઈરસના કારણે ચીનમાં મૃતકોની સંખ્યા વધીને ૧૭૦ થઈ ગઈ છે. આજે વહેલી સવારે ચીનની સરકારે કહ્યું હતું કે, કોરોના વાઈરસને કારણે હુબેઈ પ્રાંતમાં ૩૭ લોકોનાં મોત થયાં છે. કોરોના વાઈરસથી સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંત હુબેઈમાં ૧૦૩૨ નવા કેસ પણ સામે આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ