પદ્મ શ્રીથી સન્માનિત સ્વર્ણ મંદિરના પૂર્વ ‘હજુરી રાગી’નિર્મલ સિંહનું કોરોના વાયરસના કારણે મોત નિપજ્યું છે. તેઓ ફેબ્રુઆરીમાં વિદેશથી પાછા ફર્યા હતા. સરકારી મેડિકલ કોલેજના પ્રિન્સિપલ ડૉ. સુજાતા શર્માએ જણાવ્યું કે તેમની હાલત બુધવારે સાંજે ખરાબ થવાની શરુ થઈ હતી અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. બુધવારે તેઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.
પૂર્વ ‘હજુરી રાગી’નું ગુરુવારે સવારે કોરોનાના કારણે મોત
પદ્મ શ્રીથી સન્માનિત હતા નિર્મલ સિંહ
ગુરુવારે સવારે 4.30 વાગે તેમનું મોત નિપજ્યું હતું
પદ્મ શ્રીથી સન્માનિત સ્વર્ણ મંદિરના પૂર્વ ‘હજુરી રાગી’નું ગુરુવારે સવારે કોરોનાના કારણે મોત નિપજ્યું છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગુરુવાણી’ના તમામ રોગોનુંજ્ઞાન ધરાવનાર 62 વર્ષીય પૂર્વ ‘હજુરી રાગી’ હાલમાં જ વિદેશથી પાછા ફર્યા હતા અને બુધવારે તેઓ કોરોના વાયરસની ઝપેટમાં હોવાનું બહાર આવ્યું હતુ .
સરકારી મેડિકલ કોલેજના પ્રિન્સિપલ ડૉ સુજાતા શર્માએ જણાવ્યું કે તેમની હાલસ બુધવારે સાંજે ખરાબ થવાની શરુ થઈ હોવાથી અમે તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા. ગુરુવારે સવારે 4.30 વાગે તેમનું મોત નિપજ્યું હતું. શર્માએ જણાવ્યુ હતું કે 30 માર્ચના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમજ તેમની ફરિયાદ હતી કે તેમને ચક્કર આવી રહ્યા છે. જેથી તેમને ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા વધીને 2 હજારની આસપાસ પહોંચી ગઈ છે. જ્યારે 41 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે કેન્દ્રી. સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું હતુ કે કોરોનાથી 1649 લોકોની સારવાર ચાલી રહી છે. જ્યારે 143 લોકો સાજા થઈ ગયા છે.