coronavirus chemist association chairman said amul selling N-95 mask is fake
EXCLUSIVE /
VIDEO : સરકાર દ્વારા અમૂલ પાર્લર પર વેચાતા N-95 માસ્ક હલકી ક્વૉલિટીના, કૅમિસ્ટ એસો.ના ચેરમેનનો દાવો
Team VTV01:20 PM, 23 May 20
| Updated: 01:32 PM, 23 May 20
કોરોના સંકટમાં એક પછી એક મામલે સરકાર ઘેરાઈ રહી છે ગઈ કાલે કોંગ્રેસ દ્વારા N-95 માસ્ક ના ભાવ મામલે આક્ષેપો બાદ આજે કેમિસ્ટ એસોસિએશનના ચેરેમેને અમૂલ પાર્લર પર વેચાતા માસ્ક ઓરિજનલ ન હોવાનો દાવો કર્યો છે. VTVએ માસ્કનું રિયાલિટી ચેક કર્યુ હતુ જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો.
રાજ્યમાં ધમણ-1 વેન્ટિલેટર બાદ હવે માસ્ક પર ગરમાયુ રાજકારણ
અમૂલ પાર્લર પર વેચાતા N-95 માસ્કનું VTVનું રિયાલિટી ચેક
સસ્તા ભાવે વેચાતા માસ્કના ભાવનું રિયાલિટી ચેક
રાજ્યમાં ધમણ-1 વેન્ટિલેટર બાદ હવે માસ્ક પર રાજકારણ ગરમાયુ છે. અમૂલ પાર્લર પર વેચાતા N-95 માસ્કનું VTVએ રિયાલિટી ચેક કર્યુ હતુ. સસ્તા ભાવે વેચાતા માસ્કના ભાવનું રિયાલિટી ચેક કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. માસ્ક હલકી ક્વોલિટીનું હોવાનું સામે આવ્યુ હતુ.
શું કહે છે કેમિસ્ટ એસોસિએશનના ચેરમેન?
માસ્કની ક્વોલિટી અંગે VTV દ્વારા કેમિસ્ટ એસોસિએશના ચેરમેન જશુભાઈ સાથે વાતચીત કરતા પટેલે VTV સમક્ષ દાવો કર્યો હતો કે, આ ઓરિજનલ માસ્ક નથી. તેની આઈડેન્ડીટી જ અલગ હોય. અમૂલ પાર્લર પર વેચાતા માસ્ક માત્ર સામાન્ય N-95 માસ્ક છે. અમૂલ પાર્લર પર વેચાઈ રહેલા માસ્કની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. ખાનગી કંપનીઓ પાસેતી માસ્ક ખરીદીને લોકોને વેચવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ કરી રહી છે આક્ષેપ
કોરોનાની મહામારી વચ્ચે હવે માસ્ક મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, કોરોનાના કપરા સમયમાં માસ્કમાંથી પણ સરકાર નફાખોરી કરી રહી છે. કોંગ્રેસના નેતા નિશીત વ્યાસનો આક્ષેપ છે કે, સરકાર 49 રૂપિયાના એન-95 માસ્કના 65 રૂપિયા વસૂલી રહી છે. માસ્ક માત્ર 49.61 રૂપિયામાં બનતું હોવાનો નિશીત વ્યાસનો દાવો છે. તેમણે એક બિલ પણ રજૂ કર્યું છે જેમાં માસ્કની કિંમત 49.61 રૂપિયા જ આંકવામાં આવી છે. બિલ રજૂ કર્યા બાદ સરકાર વિરૂદ્ધ અનેક સવાલો ઉઠ્યા છે.
સરકાર વેચે છે માસ્ક
મહત્વનું છે કે, રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યના અમૂલ પાર્લરો પર માસ્કનું વેચાણ શરૂ થયું છે. અમૂલ પાર્લરમાં N-95 અને થ્રી લેયર માસ્કનું વેચાણ થઈ રહ્યું છે. અમૂલ પાર્લર પર N-95 માસ્ક 65 રૂપિયા અને થ્રી લેયર માસ્ક 5 રૂપિયામાં વહેંચાય છે. રાજ્ય સરકારે અમૂલ પાર્લર પરથી માસ્કના જાહેરાત કરી હતી. ત્યારે હવે માસ્કને રાજકારણ શરૂ થયું છે.
ભાજપે વળતો જવાબ આપ્યો હતો
ભાજપે વળતો જવાબ આપ્યો હતો કે N-95 માસ્કમાં GST ઉમેરીને તેના ભાવ લેવામાં આવે છે. સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની છેતરપીંડી કે વધારાના ભાવ લેવામાં આવતા નથી. પ્રશાંતવાળાએ ટ્વીટ દ્વારા જવાબ આપ્યો હતો પરંતુ આ ટ્વીટ પણ વિવાદમાં ફસાઈ હતી.