છેલ્લા અઠવાડિયામાં સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંની 7ની માર્કેટ કેપમાં રૂપિયા 2,82,548.07 કરોડનો ઘટાડો થયો હતો.ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), HDFC બેન્ક અને કોટક મહિન્દ્રા સૌથી વધુ નુકશાન ભોગવી બેઠા છે. એ જ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ .8,050.87 કરોડ જેટલું વધીને 6,83,499.82 કરોડ રૂપિયા થયું છે
કોરોના વાયરસે આખા વિશ્વના બજારોમાં ભૂકંપ મચાવ્યો છે. ગયા અઠવાડિયે, BSE સેન્સેક્સ 2,224.64 પોઇન્ટ એટલે કે 7.46 ટકા તૂટ્યો હતો. TCSનું માર્કેટ કેપિટલાઈઝેશન આ સમયગાળા દરમિયાન રૂ. 61,614.15 કરોડ જેટલું ઘટીને રૂ. 6,20,794.53 કરોડ થઇ ગયું છે.
ટોપ 10 ની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી TCS, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC બેન્ક, HDFC, ઇન્ફોસીસ, ભારતી એરટેલ, ITC, કોટક મહિન્દ્રા બેંક અને ICICI બેંકનો સમાવેશ થાય છે.
HDFC બેંકનું માર્કેટ વેલ્યુએશન રૂ .50,199.49 કરોડ જેટલું ઘટીને રૂ .4,46,065.35 કરોડ થયું છે. એ જ રીતે કોટક મહિન્દ્રા બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 49,332.07 કરોડ જેટલું ઘટીને રૂ. 2,18,021.18 કરોડ થયું છે.
HDFCનું માર્કેટ કેપિટલાઇઝેશન 44,102.26 કરોડ જેટલું રૂપિયા ઘટીને 2,59,703.22 કરોડ અને ICICI બેંકનું 34,691.74 કરોડ રૂપિયા જેટલું ઘટીને 1,85,436.82 કરોડ રૂપિયા થયું છે.
ઈન્ફોસિસની માર્કેટકેપ રૂપિયા 28,996.74 કરોડ જેટલી ઘટીને રૂ .2,49,342.72 કરોડ પર આવી ગઈ છે. ભારતી એરટેલનો માર્કેટ શેર રૂ .13,611.62 કરોડ જેટલો ઘટીને 2,31,288.35 કરોડ રૂપિયા રહ્યો છે.
તે જ સમયે, ITCનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 18,315.42 કરોડ જેટલું વધીને રૂ. 2,18,555.87 કરોડ થયું છે. એ જ રીતે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ .8,050.87 કરોડ જેટલું વધીને 6,83,499.82 કરોડ રૂપિયા થયું છે. હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ કેપ રૂ .2,873.37 કરોડ જેટલી વધી રૂ .4,66,210.02 કરોડ થઈ છે.