coronavirus / યુરોપ બાદ કોરોનાનો આતંક હવે અમેરિકા તરફ વળ્યો; જાણો દેશ વિદેશના આંકડા અને તેમના પગલા

Coronavirus cases and death toll are dangerously increasing in the US

જીવલેણ કોરોના વાયરસ દુનિયાના ૧૯૨ દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ મહામારીના કારણે અત્યાર સુધીમાં ૧૪,૦૦૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ચીન પછી યુરોપિયન દેશ ઈટાલી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અમેરિકામાં પણ હવે કોરોના વધુ ઘાતક બનતો જાય છે. ગઈ કાલે રવિવારે, છેલ્લા ૨૪ કલાકમાં જ ૧૪,૦૦૦ નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. અમેરિકામાં એક જ દિવસમાં ૧૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ ૩૩,૦૦૦થી વધુ લોકોને ઘાતક કોરોનાનો ચેપ લાગ્યો છે, જ્યારે ૪૦૦થી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ