Coronavirus / રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં, 26 દિવસમાં 77 કેસ, છેલ્લા 12 કલાકમાં 13 નોંધાયાં

coronavirus case gujarat ahmedabad more patient

ગુજરાતમાં કોરોનાને લઇને ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. આજે રાજ્યમાં કોરોનાના વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એકલા અમદાવાદ શહેરમાં જ 13 કેસ સામે આવ્યાં છે. જ્યારે અન્ય 6 કેસની વાત કરીએ તો પાટણમાંથી 3 અને ભાવનગર-આણંદ-સાબરકાંઠામાં એક-એક કેસ જોવા મળ્યો છે. આમ રાજ્યની વાત કરીએ તો સૌથી વધુ ચિંતાજનક આંકડો અમદાવાદને લઇને સામે આવી રહ્યો છે. જેમાં અમદાવાદમાં આજે 13 કેસ નોંધાતા કુલ અમદાવાદ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 77 થઇ ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ