દાવો / ગળા અને નાક સિવાય હવે આ અંગને પણ સંક્રમિત કરી શકે છે કોરોના વાયરસ, રિસર્ચમાં સામે આવ્યું તારણ

coronavirus can infect ears as suggested by new study

ચીનથી દુનિયાભરમાં ફેલાનારા કોરોના વાયરસના સંક્રમણ હજુ સુધી અટકવાનું નામ લઈ રહ્યો નથી. દુનિયાભરમાં આ મહામારીથી 1 કરોડ 56 લાખથી પણ વધારે લોકો ભોગ બની ચૂક્યા છે જ્યારે 6.36 લાખથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સમયે કોરોનાને લઈને એક ડરામણું રિસર્ચ સામે આવ્યું છે. તેમાં કહેવાયું છે કે કોરોના નાક, ગળા અને ફેફસાને સંક્રમિત કરે છે આ વાત તો જાણતા જ હતા. પણ હવે કહેવાય છે કે તે કાનને પણ સંક્રમિત કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ