Coronavirus Bill Gates, Apple And Jack Ma Donate Millions To Fight Outbreak
સહાય /
કોરોનાવાયરસની વેક્સિનની શોધ માટે કરોડોની સહાય, જાણો કોણે કરી કેટલી મદદ
Team VTV02:02 PM, 30 Jan 20
| Updated: 02:42 PM, 30 Jan 20
ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસની અત્યાર સુધી 7892 લોકોને અસર થઇ ચૂકી છે. જ્યારે ચીનમાં જ 7 હજાર 771 લોકો અસરગ્રસ્ત છે અને 170થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. આમ હવે કોરોના વાયરસની વેક્સિન શોધવા માટે હવે અરબોપતિ આગળ આવ્યા છે. આ સાથે 2 હજાર કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે.
કોરોના વાયરસ મુદ્દે આગળ આવ્યા અરબપતિ
ચીનને જૈક મા, બિલ ગેટ્સ અને ટિકટોકે કરી સહાય
અલી બાબા કંપનીના જૈક મા દ્વારા 1029 કરોડની સહાય
વાયરસની વૈક્સીનની શોધ કરનાર સંસ્થાને 100 કરોડ
ચીનના બીજા સૌથી અમીર વ્યક્તિ જેક માની કંપની અલી બાબાએ 1 હજાર 29 કરોડની સહાય કરી છે. જ્યારે ટિકટોક વીડિયોની કંપની બાઇટડાંસ, ટેન્સેન્ટ અને બાયદૂએ 821 કરોડની સહાય કરી છે. જ્યારે બિલ ગેટ્સ એન્ડ મિલિંડા ફાઉન્ડેશને 71 કરોડની સહાય અને ફ્રાંસના ફ્રૈન્કોઇસ પિનાલ્ટ દ્વારા 23.57 કરોડની સહાય કરવામાં આવી છે.
કોરોના વાયરસમાં ચીનમાં અત્યાર સુધીમાં 170 લોકોના મોત થઇ ચૂક્યાં છે. આ વાયરસથી સૌથી વધારે લોકોના મોત હુબેઇ પ્રાંતમાં થયા છે. આ વચ્ચે દુનિયાના ધનવાન લોકો દ્વારા અંદાજે 2000 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી રહી છે.
ચીનની બીજા નંબરની સૌથી અમીર જેક માની કંપની અલીબાબા એ હાલમાં જાહેરાત કરી છે કે વુહાન સહિત બધી હોસ્પિટલમાં દવાઓ માટે 144 મિલિયન ડૉલર એટલે કે 1029 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે. આ રકમમાંથી 100 કરોડ રૂપિયા કોરોના વાયરની વેકસિનનો વિકાસ કરી શોધ કરનાર સંસ્થાઓને આપવામાં આવશે.
ટિકટોક (TikTok) વીડિયો કંપની બાઇટડાંસ , ટેનસેંટ અને બાયદૂ એ પણ ચીનમાં કોરોના વાયરના દર્દીઓની મદદ-ઇલાજ અને દવાઓ માટે 115 મિલિયન ડોલર એટલે 821 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. વુહાનમાં બનનારી 1000 બેડવાળા હોસ્પિટલ માટે રકમ નક્કી કરવામાં આવી છે.
આ સાથે અમેરિકના ધનવાન વ્યક્તિ બિલ ગિટસની બિલ ગેટસ એન્ડ મેલિંડા ગેટસ ફાઉન્ડેશન દ્વારા 10 મિલિયન ડોલર એટલે કે 71 કરોડ રૂપિયા ઇલાજ અને પીડિત લોકોની મદદ માટે આપવામાં આવ્યાં છે.
ફ્રાંસના અરબપતિ ફ્રેંકોઇસ પિનાલ્ટ દ્વારા 3.3 મિલિયન ડોલર એટલે કે 23.57 કરોડ રૂપિયા કોરોના વાયરના દર્દીની મદદ માટે આપવામાં આવ્યાં છે.