Coronavirus / લૉકડાઉનના સંજોગોમાં રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર, અહીં માર્કેટયાર્ડ 16 એપ્રિલથી ખુલે તેવી શક્યતા

coronavirus APMC gujarat government lockdown

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પ્રકોપને કારણે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જેના પગલે રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) બંધ છે. જોકે, ખેડૂતોની માગ અને અનાજની આવનારા દિવસોમાં પડનારી જરૂરિયાતને ધ્યાનમાં રાખી આવતીકાલથી રાજ્યના અમુક યાર્ડો ફરી શરુ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, વેપારીઓ અને કમિશન એજન્ટ્સ માર્કેટ યાર્ડમાં ખરીદી કરવાના બદલે ખેડૂતના ખેતર પર જઈને જ સીધી ખરીદી કરે તેવી વ્યવસ્થા જે તે બજારની સમિતિએ ગોઠવાય તેે પણ જરૂરી છે.

બ્રેકિંગ ન્યૂઝ