coronavirus amc positive case gujarat government testing case
કોરોના /
મારા પિતાનું કોરોનાથી અવસાન થયું, અમને લક્ષણો છે છતાં ટેસ્ટ કરાતો નથી, AMC જવાબ આપતી નથી : યુવતીની વ્યથા
Team VTV02:47 PM, 25 May 20
| Updated: 03:40 PM, 25 May 20
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં રાજ્યમાં કોરોનાને લઇને ટેસ્ટિંગ લઇને વારંવાર સરકાર સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ ઓછા કરવામાં આવી રહ્યાં હોવાને લઇને રાજ્યની મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ સરકાર સામે સવાલો કરવામાં આવી રહ્યાં છે. જો કે સરકાર દ્વારા સતત કોરોનાના ટેસ્ટ કરાવામાં આવી રહ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે શહેરની એક યુવતીએ ફેસબુક પર પોસ્ટ કરતાં ફરી AMC દાવા પોકળ સાબિત થયા છે.
અમદાવાદના કોરોના ટેસ્ટના વિવાદનો મામલો
શહેરની રિચા સિંહે ફેસબુક પોસ્ટે તંત્રની ખોલી પોલ
પોસ્ટ બાદ શંકરસિંહ વાઘેલાએ યુવતી રિચા સિંહ સાથે કરી વાત
શંકરસિંહ વાઘેલાએ AMC કમિશનર મુકેશ કુમાર સાથે પણ કરી વાત
અમદાવાદમાં તંત્ર દ્વારા કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં વસ્ત્રાલમાં રહેતા એક શિક્ષકનું કોરોના વાયરસથી મૃત્યું થયું હતું. જેને લઇને તેની દિકરીએ આ અંગે ફેસબુક પર પોસ્ટ કરતા AMCના દાવા પોકળ સાબિત થયા છે. રિચા નામની યુવતીએ ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યુ છે કે, મારા પિતાનું 21 મેના રોજ કોરોનાના કારણે અવસાન થયુ હતું.
રિચા સિંહે પિતાની સારવારને લઇને ઉઠાવ્યાં સવાલ
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતાં પિતામાં 20મી મેના રોજ કોરોનાના લક્ષણ સામે આવ્યાં હતા. જેને લઇને 21મીએ અમે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા જ્યાં તેઓનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જો કે તેમની કોઇપણ પ્રકારની સરખી રીતે સારવાર કરવામાં આવી નહોતી. જો કે મારા પિતાનું મોડી રાતે અવસાન થઇ ગયું હતું.
પરિવારમાં લક્ષણ છતાં કોર્પોરેશને ટેસ્ટની ના પાડી
મારા પિતાના અવસાન બાદ પણ અમારા પરિવારનો ટેસ્ટ કરવામાં આવ્યો નથી. અમે ઘણી બધી વખત તંત્ર તેમજ હેલ્પલાઇન નંબર પર આ અંગે રજૂઆત કરી હતી. જો કે ત્યારબાદ બે દિવસ કોરોન્ટાઇન કરી દવા આપીને જતા રહ્યાં હતા. પરિવારના અન્ય સભ્યોને પણ કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યા છે. 55 વર્ષીય માતાને થાયરોડ હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે. જો કે ત્યાર બાદ વારંવાર ફોન કરવા છતાં કોર્પોરેશનના સભ્યો ટેસ્ટ માટે આવી રહ્યાં નહોતા. અંતમાં તેઓ તરફથી ટેસ્ટને લઇને ના પાડી દેવામાં આવી હતી.
Regardung this case i had discussion with Miss Richa first and subsequently had discussion with Mr Mukesh Kumar, action has been taken and doctor will reach in 30 minutes. https://t.co/mdUPivM6zq
— Shankersinh Vaghela (@ShankersinhBapu) May 25, 2020
AMCના અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન આપવામાં આવતા યુવતીએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ યુવતી સાથે વાત કરી છે. શંકરસિંહ વાઘેલાએ AMC કમિશનર મુકેશ કુમાર સાથે આ અંગે વાત કરી હતી. આ દરમિયાન તેમણે 30 મિનિટમાં યુવતીના ઘરે ડૉક્ટરનો પહોંચવાનું જણાવ્યું હતું.